ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા શિક્ષણ વ્યવસ્થા પર વ્યાપક અસર પડી છે. શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. વધુમાં કેટલીક પરીક્ષાઓને હાલ પુરતી મોકૂફ રાખી તેની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે હાલમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે.
ધોરણ 10માં અદાજીત 10 લાખ જેટલાં ફોર્મ ભરાયા છે જ્યારે ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં કુલ 4.30 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા છે. તો હજી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાબમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોંધનીય છે કે, 28 માર્ચે યોજાનાર ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા અગાઉ 14 માર્ચના લેવાની જાહેરાત કરાઈ હતી.
પરીક્ષાની તારીખોમાં બદલાવ
તમને જણાવી દઈએ કે, પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરીના રોજ લેવાની હતી. જોકે રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે આ તારીખો બદલીને હવે 10 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આ સિવાય બોર્ડના વિષયોની સૈદ્ધાંતિક પરીક્ષા 9 ફેબ્રુઆરીના બદલે 24 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 14 ફેબ્રુઆરીના બદલે બીજી માર્ચથી લેવાશે. ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષાઓ 11 એપ્રિલથી શરૂ થવાની હતી જે હવે 21 એપ્રિલથી શરૂ થશે. તો ઉનાળું વેકેશન 2મેથી 5 જૂનના સ્થાને 9મેથી 12 જૂન સુધી રહેશે અને નવું શૈક્ષણિક સત્ર 6 જૂનના બદલે 13 જૂનથી શરૂ થશે.