મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી એક તકલીફ હોટ ફ્લેશેસની છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે સ્ત્રીઓ મેનોપોઝની સ્થિતિમાંથી પસાર થઈ ગઈ છે. તે સમય દરમિયાન શરીરમાં ઘણા હોર્મોન્સ બદલાવ આવે છે અને આ હોટ ફ્લેશેસની તકલીફ પણ એન્ડોક્રાઇન હોર્મોન્સના અસંતુલન અને એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધી જવાના કારણે થાય છે. આ સમય દરમિયાન શરીરમાં અચાનક તીવ્ર ગરમી અનુભવાય છે, ખાસ કરીને ચહેરા, ગળા અને છાતી પર. સાથે જ ચહેરો લાલ થઇ જવો, વધુ પડતો પરસેવો આવવો અને ધબકારા વધી જવા જેવી સમસ્યાઓ પણ આ સમય દરમિયાન થાય છે. તેનાથી બચવા માટે તમે આ પદ્ધતિઓ અપનાવી શકો છો.
ગ્રીન ટી
હોટ ફ્લેશેસથી રાહત મેળવવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી ગ્રીન ટીને બે મિનિટ સુધી ઉકાળો. તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો અને તેનું સેવન કરો. ગ્રીન ટીમાં એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે હોટ ફ્લેશેસ ઘટાડવામાં મદદ કરે છે.
આદુ
તમે આ સમસ્યા દૂર કરવા માટે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે આદુની છાલ ઉતારી લો અને એક કપ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળી લો. ઠંડુ થાય ત્યારે તેમાં થોડું મધ મિક્સ કરી દરરોજ તેનું સેવન કરો. આદુ એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપુર હોય છે જે હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
ફુદીનો
હોટ ફ્લેશેસની સમસ્યાથી બચવા માટે તમે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે ફુદીનાના બે-ત્રણ ટીપા રૂમાલમાં નાખો અને તેને દરરોજ સૂંઘો. ફુદીનામાં સૂથિંગ ગન હોય છે જે શરીરના તાપમાન અને માનસિક તણાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
નાળિયેર તેલ
હોટ ફ્લેશેસનું એક કારણ માનસિક તણાવ પણ છે. તેને ઓછું કરવાથી પણ હોટ ફ્લેશેસની સમસ્યાથી બચી શકાય છે. તેના માટે રાત્રે ઊંઘતા પહેલા અઠવાડિયામાં બેથી ત્રણ વાર નાળિયેર તેલથી શરીર પર મસાજ કરો. નાળિયેર તેલના ફેટી એસિડ અને એન્ટી ઇન્ફ્લેમેટરીનો ગુણ રહેલો છે જે શરીરના તાપમાન અને તણાવને ઘટાડે છે.
સફરજનનો સરકો
હોટ ફ્લેશેસ રોકવા માટે સફરજનના સરકાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક ગ્લાસ સાદા પાણીમાં એક ચમચી સફરજનનો સરકો મિક્સ કરીને તેનું સેવન કરો. દરરોજ એકવાર આ પ્રક્રિયાને કરવી. સફરજનના સરકામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગન હોય છે જે સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ કરે છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો.