90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી 47 વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખે છે. તેણે સ્વાસ્થ્ય અને યોગને કારણે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી છે. આ ઉંમરે પણ શિલ્પા શેટ્ટી ઈન્ડસ્ટ્રીની અનેક સુંદરીઓને માત આપે છે. લુક, ડ્રેસિંગ સેન્સ, ફિટનેસ દરેક બાબતમાં શિલ્પા શેટ્ટી સિક્સર મારતી જોવા મળે છે.
આજે શિલ્પા શેટ્ટીનો 47મો જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ વર્ષ 1993માં ફિલ્મ ‘બાઝીગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તેની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનારી’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી પાંચ વર્ષ સુધી શિલ્પાની કોઈ ફિલ્મ હિટ નથી ગઈ. શિલ્પા શેટ્ટી ફરીથી અક્ષય કુમાર સાથે સ્ક્રીન પર દેખાઈ હતી. ફિલ્મનું નામ હતું ‘ધડકન’.
2009માં શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો વિયાન અને સમિષા છે. મુંબઈમાં શિલ્પા શેટ્ટી જે બંગલામાં રહે છે તેની કિંમત કરોડોમાં છે. તે અંદરથી આલીશાન દેખાય છે અને તમામ સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય તે અનેક લક્ઝરી વાહનોની માલકિન પણ છે. જો આપણે શિલ્પા શેટ્ટીની નેટવર્થની વાત કરીએ તો વર્ષ 2021 સુધી તે 134 કરોડ રુપિયા હતી.
લગ્નની પહેલી એનિવર્સરી પર રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને દુબઈમાં એક ફ્લેટ ગિફ્ટ કર્યો હતો, જે એકદમ આલિશાન છે. આ ફ્લેટ દુબઈના ખૂબ જ પોશ વિસ્તારમાં આવેલો છે. તેની કિંમત પણ કરોડોમાં હોવાનું કહેવાય છે.
જો કે, વર્ષ 2015માં આ ફ્લેટના વેચાણના સમાચાર સામે આવ્યા હતા. તાજેતરના દિવસોમાં શિલ્પા શેટ્ટી આ ઘરની માલકિન છે કે નહીં, તેની માહિતીની પુષ્ટિ થઈ નથી. દરિયા કિનારે આવેલું શિલ્પાનું મુંબઈનું ઘર ખૂબ જ ફેમસ છે. શિલ્પા શેટ્ટીના આ ઘરની અંદર પ્રાઈવેટ જિમ, સ્વિમિંગ પૂલ, ગાર્ડન એરિયા અને અન્ય લક્ઝરી સુવિધાઓ છે.
શિલ્પાના આ સુંદર ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે. આ સિવાય શિલ્પાએ ઓર્ગેનિક ફાર્મિંગ માટે એક મોટો બગીચો પણ બનાવ્યો છે. કહેવાય છે કે રાજ કુન્દ્રાએ તેને સગાઈમાં સૌથી મોંઘી વીંટી પણ પહેરાવી હતી. તે સમયે આ વીંટીની કિંમત ત્રણ કરોડ રૂપિયા હતી. શિલ્પાને લંડનમાં રહેવું ખૂબ જ પસંદ છે.
શિલ્પાની આ પસંદગીને ધ્યાનમાં રાખીને રાજ કુન્દ્રાએ તેના માટે લંડનમાં પણ ઘર ખરીદ્યું છે. રાજે તેના માટે 7 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. શિલ્પા પાસે પામ જુમેરાહમાં એક બંગલો છે, જેને દુબઈનો સૌથી પોશ વિસ્તાર કહેવામાં આવે છે.
શિલ્પા શેટ્ટીની મુંબઈમાં બે રેસ્ટોરન્ટ પણ છે. તે આ બિઝનેસની માલકિન છે અને એક વર્ષમાં કરોડોની કમાણી કરે છે. હાલમાં જ તેણે મુંબઈના વર્લી વિસ્તારમાં Bastian Chain નામની રેસ્ટોરન્ટ ખોલી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.