આંખોને ભગવાને આપેલી સૌથી સુંદર ભેટ માનવામાં આવે છે. આની મદદથી વિશ્વના સુંદર નજારાઓને માણી શકાય છે. પરંતુ હાલના સમયની જીવનશૈલી અને આહારમાં ગડબડના કારણે આંખને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. ગ્લુકોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ઝડપથી વિકસતા આંખના રોગોમાનો એક છે.
60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ગ્લુકોમાને અંધત્વનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગંભીર સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે. જો આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 12 મિલિયનથી વધુ લોકો ગ્લુકોમાંથી પીડિત છે. નિષ્ણાંતોનું માનવું છે કે જે રીતે આ રોગના કેસ વધી રહ્યા છે તે જોતા આશંકા છે કે વર્ષમાં 2040 સુધીમાં આ રોગના દર્દીઓની સંખ્યા બમણી થવાની શક્યતા છે.
આંખ રોગના નિષ્ણાંતોના મતે તમામ લોકોએ પોતાની આંખનું સતત ધ્યાન રાખવું જોઈએ. આંખો ખૂબ જ નાજુક હોય છે. આવી સ્થિતિમાં તેમાં કોઈપણ પ્રકારની સમસ્યા પાછળથી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. ત્યારે આ મામલે દરેક વ્યક્તિએ સચેત રહેવાની જરૂર છે.
આ બાબતને ધ્યાને રાખીને લોકોને જાગૃત કરવા માટે જાન્યુઆરીને ગ્લુકોમાં જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ ગ્લુકોમાના વધતા જોખમ અને તેનાથી બચવાના ઉપાયો વિશે.

શું છે ગ્લુકોમાં?
ગ્લુકોમાં આંખની સમસ્યાઓનું એક જૂથ છે જે ઓપ્ટિક નર્વ્સને નુકસાન પહોંચાડે છે. સારી દ્રષ્ટિ માટે ઓપ્ટિક નર્વ્સનું સ્વસ્થ રહેવું જરૂરી માનવામાં આવે છે. આ પ્રકારની સમસ્યા મુખ્યત્વે આંખમાં અસાધારણ રીતે ઘટી રહેલા દબાણને કારણે થાય છે.
આ સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ વૃદ્ધ લોકોમાં તે વધુ સામાન્ય છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે, ગ્લુકોમાંના ઘણા સ્વરૂપો કોઈ સંકેત આપતા નથી. ઘણા કિસ્સાઓમાં તેની અસર એટલી ધીરી હોય છે કે જ્યાં સુધી સમસ્યા ગંભીર સ્થિતિમાં ન પહોંચી જાય ત્યાં સુધી તે જાણી શકાતું નથી.
કેવી રીતે કરી શકાય ગ્લુકોમાંની ઓળખ?
આરોગ્ય નિષ્ણાંતના મતે ઘણી વખત ગ્લુકોમાંના લક્ષણો દેખાતા નથી. આ જ કારણ છે કે સમયાંતરે આંખની તપાસ કરાવવી જોઈએ જેથી આવી સમસ્યાઓ જાણી શકાય. ગ્લુકોમાને કારણે આંખોમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે જેનું સમયસર નિદાન કરવું જરૂરી છે.
- આંખોમાં તીવ્ર પીડા થતી રહેવી
- જી ગભરાવવો- ઉલ્ટી થાય તેવું મહેસુસ થવું
- ઘણી વખત આંખોનું લાલ થઈ જવું
- પ્રકાશની ચારેબાજુ રંગીન છલ્લા દેખાવા
- એકાએક દ્રષ્ટી ધુંધળી થઈ જવી

કેવી રીતે થાય છે ગ્લુકોમાની સારવાર ?
આંખો ચિકિત્સકના મતે, ગ્લુકોમાને કારણે થતા નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી. પરંતુ સારવાર અને નિયમિત ચેક-અપ દ્રષ્ટીની સમસ્યાને ઓછી કરવા અથવા અટકાવવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને જો રોગનું પ્રારંભિક તબક્કામાં નિદાન કરવામાં આવે.
ગ્લુકોમાની સારવારમાં તમારી આંખો પરના દબાણને ઘટાડવાનો સમાવેશ થાય છે. આ માટે આંખના ડ્રોપ્સ, દવાઓ, લેસર સારવાર અથવા સર્જરીની પણ જરૂર પડી શકે છે.