जन मन INDIA
અમદાવાદ ગુજરાત મધ્ય

જિલ્લાની તમામ કોર્ટમાં 10 એપ્રિલે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

અમદાવાદ: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની સૂચના મુજબ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા તારીખ 10 એપ્રિલના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયકેસો, ફોજદારી કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અન્વયેના ચેક બાઉન્સના કેસો, બેંકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના કલેઈમના કેસો, મજૂરના વિવાદના કેસો, વીજ અને પાણી બિલના કેસો,(સમાધાનપાત્ર હોય તે જ કેસો) લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, પગાર ભથ્થા અને નિવૃત્તિ લાભો બાબતેની સર્વિસ મેટરો, દિવાની કેસો, ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના દિવાની દાવાઓ મનાઈ હુકમ દાવાઓ, સુખાધિકાર અંગેના દાવાઓ વગેરે પેન્ડિંગ કેસોમાં તથા પ્રિલીટીગેશનના કેસોમાં સમાધાનથી સુખદ નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચિવની એક અખબારી યાદીમાં તમામ પક્ષકારો, વકીલો તેમજ જુદી- જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ નેશનલ લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

‘ભાજપના કાર્યકરો જ રેમડેસિવિર ઇન્જેક્શનની કરે છે કાળાબજારી’, કોંગ્રેસના આ મોટો નેતાનો આક્ષેપ

malay kotecha

Leave a Comment