ઈન્ડિયન પ્રિમિયર લીગની 14મી સિઝન અગાઉ કેટલાક વિદેશી ખેલાડીઓ પેતાના નામ પાછા લીધા છે. આ મામલે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના ક્રિકેટરોની તુલનાએ ભારતીય ખેલાડી માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ મામલે વધુ સહનશીલ છે.
કોરોનાકાળમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થયા બાદ ખેલાડીઓને બાયો બબલમાં રહેવાની ફરજ પડી છે. જ્યાં તેમનું જીવન હોટલો અને સ્ટેડિયમ સુધી સીમિત બન્યું છે. ખેલાડીઓ બાયો બબલની બહાર કોઈને મળી શકતા નથી. જેના કારણે તેમનું એનર્જીપૂર્ણ રહેવું મુશ્કેલ બન્યું છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાલમાં જ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિઓના કારણે ખેલાડીઓને માનસિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌરવ ગાગુંલીએ જણાવ્યું કે, મને લાગે છે કે, વિદેશી ખેલાડીઓની તુલાનામાં ભારીતય ખેલાડીઓ થોડાક વધુ સહનશીલ છે. પાછળના 6-7 મહિનાથી બાયો બબલ પ્રમાણે ક્રિકેટ રમાઈ રહી છે જે ઘણી મુશ્કેલ બની છે.
સૌરવ ગાંગુલીએ મા મામલે ઓસ્ટ્રેલિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસનું ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમને ભારત વિરૂદ્ધ સિરીઝ બાદ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાનો હતો. પરંતુ તેઓએ તે પ્રવાસ રદ્દ કર્યો.
કોરોનાનો ખતરો તો હવે બન્યો જ રહેશે. પરંતુ તમારે સકારાત્મક થવું પડશે. તમારે જાતે જ માનસિક રૂપે તૈયાર થવું પડશે.