સુરેન્દ્રનગર તાલુકામાં રહેતા નિવૃત આર્મી જવાનો કેમ્પ હનુમાન ખાતે એકત્ર થઈ વિવિધ મુદ્દાઓને લઈ યોજાનાર રેલીમાં ભાગ લેવા માટે લખતરથી અમદાવાદ પહોંચ્યા હતા. આપણી 14 મુદાની લડત આપણો અધિકાર અંતર્ગત નિવૃત સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરાયું હતું.
માજી સૈનિકોની મુખ્ય માગ
- શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારમાં એક સભ્યને સરકારી નોકરી
- ગાંધીનગરમાં રાજ્યકક્ષાનું શહીદ સ્મારક અને સૈનિકો માટે આરામગૃહની માગ
- સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત મળે
- ખેતી માટે જમીન અને રહેણાક પ્લોટ
- દારૂ માટેની પરમિટ. ભારતીય સેના માટે આપેલી પરમિટ માન્ય ગણવી
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી, સીધી ભરતી કરવામાં આવે
- હથિયારનું લાઇસન્સ રિન્યુ કરવા અલગથી વ્યવસ્થા થાય
- માજી સૈનિકોના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી વ્યવસ્થા થાય.
- માજી સૈનિકોની નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો સળંગ કરવામાં આવે
- માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
- એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે
- ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોનાં બાળકોને છૂટછાટ
- સૈનિકોનાં બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે
- સૈનિકો માટે લેવાતો વ્યવસાયવેરો માફ કરવામાં આવે
Advertisement
Advertisement