ઓલમ્પિક્સમાં 1948 અને 1952માં ગોલ્ડ મેડલ જીતનાર હોકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું 95 વર્ષની વયે નિધન થયું છે. કોલકાતાના સંતોષપુરમાં આવેલા તેમના નિવાસસ્થાને કેશવ દત્તે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો છે.
ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા કેશવ દત્તે 1951-1953 અને પછી 1957-1958માં મોહન બાગાનની હોકી ટીમનું નેતૃત્વ કર્યું. તેમની આગેવાનીમાં મોહન બાગાનની ટીમે 10 વર્ષમાં હોકી લીગનો ખિતાબ 6 વખત અને બેટન કપ ત્રણ વખત જીત્યા. તેમને વર્ષ 2019માં મોહન બાગાન રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બનર્જીએ ટ્વીટ કર્યું કે, ‘હોકી જગતે આજે એક વાસ્તવિક મહાન ખેલાડી ગુમાવ્યા. કેશવ દત્તના નિધનથી હું ખૂબ દુઃખી છું. તેઓ 1948 અને 1952માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. ભારત અને બંગાળના ચેમ્પિયન. તેમના પરિવાર અને મિત્રોને પ્રત્યે સંવેદના.’
The world of hockey lost one of its true legends today. Saddened at the passing away of Keshav Datt. He was a double Olympic gold medal winner, 1948 and 1952. A champion of India and Bengal. Condolences to his family and friends.
— Mamata Banerjee (@MamataOfficial) July 7, 2021
કેશવ દત્ત 1948માં લંડન ગેમ્સમાં ભારતીય ટીમનો ભાગ હતા જ્યાં આઝાદી પછી પહેલી વાર ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ હેલ્સિંકી ઓલિમ્પિક્સમાં 1952માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમનો પણ ભાગ હતા.