Fact Check ‘Beti Bachao Beti Padhao’: આજકાલ એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત નોકરીઓ, લેપટોપ અને મોબાઈલ ફોન આપી રહી છે. પણ આ મેસેજને આગળ ફોરવર્ડ કરતા પહેલા અથવા તેના પર ધ્યાન આપતા પહેલા તેની પુષ્ટિ કરી લેવી ખૂબ જ જરૂરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે તેની જાણકારી આપી છે.
આપને જણાવી દઈએ કે, ‘PIB Fact Check’ જણાવ્યુ છે કે આ દાવો એકદમ ખોટો છે અને નકલી છે. સરકારે આ યોજના અંતર્ગત આવું કંઈ કરી રહી નથી. એટલા માટે આ પ્રકારના દાવા પર કોઈ વિશ્વાસ કરવો નહીં અને મેસેજને આગળ ફોરવર્ડ પણ કરવો નહીં. પીઆઈબી ફેક્ટચેકે આ પ્રકારની જાણકારી આપી છે.
શું કહેવામાં આવ્યું છે આ દાવામાં?
PIB ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ જાણકારી આપી અને કહ્યું છે કે એક નકલી જાહેરાત સામે આવી છે. જેમાં કહેવાયુ છે કે, સરકાર બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત નોકરી, લેપટોપ અને મોબાઈલ આપી રહી છે. આ દાવો એકદમ ખોટો અને નકલી છે. આવી કોઈ યોજના હાલમાં છે નહીં. સરકાર આ યોજના અંતર્ગત આવી કોઈ સુવિધા આપી રહી નથી.
एक विज्ञापन का फर्जी दावा है कि 'बेटी बचाओ, बेटी पढ़ाओ' अभियान के तहत सरकार द्वारा नौकरियाँ, लैपटॉप और मोबाइल प्रदान किए जा रहे हैं#PIBFactCheck
▶️यह धोखाधड़ी का प्रयास है
▶️इस योजना के तहत किसी को भी व्यक्तिगत रूप से पैसे देने का प्रावधान नहीं हैंAdvertisement🔗https://t.co/eqBelilD7b pic.twitter.com/eU0iimf2yh
— PIB Fact Check (@PIBFactCheck) October 14, 2021
PIBએ ફોટો શેર કર્યો
પીઆઈબીએ આ નકલી જાહેરાતનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, લોકોને એસએમએસ મોકલવાનું કહેવામાં આવ્યું છે. આવું કરવા પર તેમને પૈસા, લેપટોપની લાલચ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત તેમની પાસેથી નામ, ઓળખાણ અને એસએમએસ પણ શેર કરવાનું કહેવામાં આવે છે. પરંતુ તમે સાવધાન રહો, આ ઠગો દ્વારા તમારી સાથે છેતરપિંડી આચરવાનો નવો કમિયો છે.
પીઆઈબીએ ચેતવણી આપી છે કે, જો તમને આ પ્રકારની જાહેરાત ક્યાંય દેખાય અથવા વોટ્સએપ પર તેમને મોકલવામાં આવે, તો તેના પર જરાય વિશ્વાસ ન કરો. તેમાં આપેલા નંબર પર SMS ન મોકલો અને પોતાની પર્સનલ ડિટેલ કોઈની પણ સાથે શેર ન કરો. આમ કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.