અમદાવાદ : કરોડોની આંતરરાજ્ય ઓઇલ ચોરી કરનાર ટોળકીના સભ્યોની ગુજસીટોક એક્ટ હેઠળ ગુજરાત ATS એ બે આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસની ગિરફ્તમાં ઉભેલા શખ્સો સંદીપ ઉફે સેન્ડી વિજેન્દ્ર ગુપ્તા , મહમદ વસીમ ઉફે સલમાન અહમેદ હુશેન કુરેશી , નિશાંત કિરણ કરણીક અને મુનેશ ખેમચંદ ગર્જુર આ ટોળકીએ રાજસ્થાન તથા હરીયાણા રાજ્યમા આઇ.ઓ.સી.ની પાઇપ લાઇન પસાર થતી હોય તે જગ્યાની નજીકમા એકાદ કીલોમીટરના અંતરે જમીન ભાડે રાખી તેમા પતરાનો શેડ બનાવી તેને ફેક્ટરી જેવો દેખાવ આપી અને ત્યા સુધી જમીનમા સુરંગ બનાવી IOC તથા ONGC ની પાઇપ લાઇનમા પંચર કરી બીજી પાઇપ લાઇન નાખી પોતાની આ ઉભી કરેલ ફેકટરીના શેડમાાં લઇ જતા અને આ પ્રમાણે તે રોજના હજારો લીટર ઓઇલની ચોરી કરતા હતા.
આ ચોરી કરેલ ઓઇલને કન્ટેન્ટરના સ્વરૂપ આપવામાં આવેલ ટેંકરો મારફતે હેરાફેરી કરતા અને ૩૦૦ થી ૪૦૦ કરોડની કિંમતનું ક્રુડ ઓઇલની રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરી ચુક્યા છે. આ ગેંગએ છેલ્લા દસથી વધારે વર્ષ દરમ્યાન આ ગેંગ વિરુદ્ધ ગુજરાતના મોરબી, ખેડા , વડોદરા જીલ્લાઓ, રાજસ્થાનના પાલી, ભરતપૂર , ચિતોડગઢ , અલવર અને વશરોહી જીલ્લાઓ તથા હરીયાણા રાજ્યના ર્ગોહાના, રેવાડી અને ઝજજર જીલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પેટ્રોલિયમ એન્ડ મીનરલ પાઇપ લાઇન એક્ટ ૧૯૬૨, એક્ષપ્લોઝીવ સબસ્ટન્ટ્સ એકટ સહીત ભારતીય ફોજદારી ધારોની વિવિધ કલમો હઠેળ ગુનાહઓ નોંધાય ચુક્યા છે.
જેમાં કેટલાક ગુનાઓમાં આ ગેંગના સાગરીતો પકડાઇ ચુક્યા છે. તો અમુક ગુનાહ માં હજુ પણ પોલીસ ચોપડે ફરાર છે. હાલ તો પોલીસે પુછપરછ અને નહી ઝડપાયેલા આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.