ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહ પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વહેલી સવારે નાળા પાસેથી પસાર થતાં લોકોએ યુવકનો મૃતદેહ જોતા લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી.
ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં પ્રાથમિક તપાસ કરતા યુવકના ખિસ્સામાંથી વાવ તાલુકાના દેથળી ગામના પ્રતાપ નાઈના નામનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેથી પોલીસે યુવકના પરિવારજનોની શોધ ખોલ હાથ ધરી હતી, જ્યારે પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા