પાકિસ્તાનનું કરતારપુર કોરિડોર ફરી એકવાર બે ભાઈઓને ભેગા કરવાનું માધ્યમ બન્યું છે. આ વખતે કરતારપુર કોરિડોરના કારણે 74 વર્ષ પછી બે ભાઈઓનું મિલન થયું છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે બે ભાઈઓ એકબીજાથી અલગ થઇ ગયા હતા. બંને ભાઈઓના નામ મોહમ્મદ સિદ્દીકી (80) અને હબીબ છે. મોબમ્મદ સિદ્દીકી પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે અને હબીબ ભારતના પંજાબના ફૂલાંવાલામાં રહે છે.
કરતારપુર કોરિડોર પર જ્યારે તેમની મુલાકાત થઇ ત્યારે બંને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી ન શક્યા અને એકબીજાને ભેટીને રડી પડ્યા. આ દરમિયાન ત્યાં હાજર પરિવારના સભ્યોની આંખો પણ ભરાઈ આવી. આ મુલાકાતથી બધા ખુશ હતા. આ દરમિયાન બંનેએ પોતાની જૂની યાદો તાજી કરી. તેમની મુલાકાત દરમિયાન ગુરુદ્વારા મેનેજમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા. તેમની મુલાકાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
Brothers meet after 74 years because of 1947! #pakistan #punjab
Advertisement(I admit, I cried) pic.twitter.com/NddUYBHK09
— Manpreet Singh (@mjassal) January 12, 2022
ગયા વર્ષે મળ્યા હતા 73 વર્ષ બાદ બે મિત્રો
ગયા વર્ષે નવેમ્બરમાં કરતારપુર કોરિડોર પર બે મિત્રો પણ 73 વર્ષ પછી મળ્યા હતા. ભારતમાં રહેતા સરદાર ગોપાલ સિંહ (94) અને પાકિસ્તાનના મુહમ્મદ બશીર (91) બંને ભાગલા સમયે અલગ થઈ ગયા હતા. એવી જ રીતે 2019માં પણ કરતારપુર કોરિડોર બે વિખુટા પડેલા ભાઈઓને મળવાનું માધ્યમ બન્યું હતું. ભારતમાં રહેતા દલબીર સિંહ ભાગલા દરમિયાન તેમના મોટા પિતરાઈ ભાઈ અમીર સિંહથી અલગ થઈ ગયા હતા.
શું છે કરતારપુર કોરિડોર?
ભારતમાં પંજાબના ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કોરિડોરનું નિર્માણ થયું છે. તો પાકિસ્તાનના નારોવાલ જિલ્લાથી ગુરુદ્વારા સુધી એક કોરિડોર બન્યું છે. કરતારપુરને પ્રથમ ગુરુદ્વારા માનવામાં આવે છે અને તેનો પાયો ગુરુ નાનક દેવજીએ નાખ્યો હતો. ભારતથી અહીં દર્શન કરવા માટે અને માથું ટેકવા માટે જતાં શ્રદ્ધાળુઓ માટે વિઝા-મુક્ત મુસાફરીની વ્યવસ્થા છે.