કાશ્મીર ખીણના બારામુલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર જવાન અને એક નાગરિકને ઈજા થઇ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે, શુક્રવારે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ખાનપોરા બ્રિજ પર CRPF પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો. જેમાં ચાર જવાન અને એક નાગરિક ઈજાગ્રસ્ત થયા છે.
Two CRPF jawans and a policeman were injured in a grenade attack in Baramulla town. Details awaited: Jammu and Kashmir Police
Advertisement— ANI (@ANI) July 30, 2021
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ખાનપોરા બ્રિજ પર સીઆરપીએફ પાર્ટી તરફ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન અને એક નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. બારામુલ્લા આતંકી હુમલામાં ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ફરાર આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરથી કલમ 370 નાબૂદ થયા પછી બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ખીણ અને દેશના અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતી ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે સુરક્ષા દળોને એલર્ટ જાહેર કર્યું છે.