રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા કૂતરાના આતંકથી સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. વિગતવાર વાત કરીએ તો ધોરાજીના ભરચક વિસ્તાર એટલે સોની બજાર અને જૈન દેરાસર પાસે છેલ્લા બે-ત્રણ દિવસથી હડકાયા કૂતરાએ બજારમાંથી નીકળતા ઘણા લોકોને બચકા ભરતા ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
એક બંધ ગલીમાં રહેતો કૂતરો હડકાયો થતાં ગલીમાંથી બહાર નીકળીને મુખ્ય વિસ્તાર સોની બજારમાં અનેક લોકોને પાછળથી આવી બચકા ભરીને પાછો બંધ ગલીમાં જતો રહે છે. તે બંધ ગલીમાંથી પાછળના ભાગમાં આવેલ અવાવરુ જગ્યાએથી નાસી છુટે છે.
સ્થાનિક લોકોએ આ કૂતરાને પકડવા માટે તંત્રને રજૂઆત કરી છે પણ આ હડકાયા કૂતરાને પકડવા માટે તંત્રને સફળતા મળી નથી. આ હડકાયા કૂતરાના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement