તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં TRSએ શાનદાર વાપસી કરી છે. અહીં પાર્ટી બે તૃતિયાંશથી પણ વધારે બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે.ચન્દ્રશેખર રાવે 1985થી ક્યારેય ચૂંટણી ન હારવાનો રેકોર્ડ પણ આ ચૂંટણીમાં બરકરાર રહ્યો. તે ગજવેલ વિધાનસભા સીટથી વિજયી થયા છે.
રિઝલ્ટ જાહેર થતા પહેલા આવેલા વલણોની વાત કરીએ તો, તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ ફરીવાર સરકાર બનાવશે તેવું અગાઉથી જ વલણોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ. તેલંગણાની 119 બેઠકો પરના પ્રારંભિક વલણમાં ટીઆરએસ 87, કોગ્રેસનું ગઠબંધન 19 અને ભાજપ 2 અને અન્ય 10 બેઠક પર આગળ હતા.
તેલંગણામાં સરકાર બનાવવા માટે 60 બેઠકોની જરૂર પડે છે. તેલંગણામાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીના ભાઇ અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાનગુટ્ટા બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. ચાર મીનાર બેઠક પરથી AIMIMના ઉમેદવાર મુમતાજ અહમદ ખાન 33 હજાર મતથી ચૂંટણી જીતી ગયા છે.
ટીઆરએસના કાર્યકર્તાઓ હૈદરાબાદમાં પાર્ટીના હેડક્વાર્ટર બહાર હજારોની સંખ્યામાં એકઠા થયા હતા. ચંદ્રશેખર રાવ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. કાર્યકર્તાઓ મિઠાઇઓ વહેંચી ડાન્સ કરી ઉજવણી કરી રહ્યા છે. કોગ્રેસ પ્રદેશ કોગ્રેસ કમિટીના નેતા ઉત્તર કુમાર રેડ્ડીએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઇવીએમ વોટિંગમાં ગરબડ થવાની આશંકા છે. કોગ્રેસના તમામ નેતાઓ ફરિયાદ કરશે.
ચૂંટણીમાં મળેલી જીતથી ખુશ ટીઆરએસના સાંસદ કવિતાએ કહ્યું કે, તેલંગણાની પ્રજા તેમની સાથે છે. તેમણે કહ્યું કે, લોકોએ 2014માં તેમને જે તક આપી હતી તેનો અમે સદ્દપયોગ કર્યો છે. અમને આશા હતી કે પ્રજા અમને ફરીથી સત્તામા લાવશે.
નોંધનીય છે કે તેલંગણાની 119 વિધાનસભા બેઠકો પર સાત ડિસેમ્બરના રોજ મત નાખવામાં આવ્યા હતા. અહીં 73.20 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ વર્ષે કોંગ્રેસે TDPસાથે ગઠબંધન કર્યું હતુ. આ ગઠબંધનમાં CPI અને TJS પણ છે.
એવામાં બે મોટા વિપક્ષી દળોના સાથે આવવાથી KCRની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવો અંદાજ લગાવાયો હતો પરંતુ તે કાંઇ અસર કરી શક્યા નથી. જો કે, ઓવેસીની પાર્ટી AIMIMએ TRSને સમર્થન આપવાની વાત કરી છે.