ટી-20 વર્લ્ડ કપ 2021 ટૂંક સમયમાં યુએઈ અને ઓમાનમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા પહેલાથી જ પોતાની ટીમ જાહેર કરી ચૂકી છે. પરંતુ બુધવારે બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી પણ લૉન્ચ કરી છે.
BCCIએ જર્સી લૉન્ચ કરી
BCCIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી વિશે છે. આ પોસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ નવી જર્સી પહેરેલા જોવા મળી રહ્યા છે. આ વાદળી જર્સી BYJUS દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ કંપની લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની જર્સીને સ્પોન્સર કરી રહી છે.
24 ઓક્ટોબરે પ્રથમ મેચ
ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ પાકિસ્તાની ટીમ સામે રમાશે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને હરાવીને આ મેચ જીતવા ઈચ્છશે. તમને જણાવી દઈએ કે, આજ સુધી પાકિસ્તાનની ટીમ ક્યારેય વર્લ્ડ કપની મેચોમાં ભારતને હરાવી શકી નથી.