Team India: સાઉથ આફ્રિકા સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના એક ધાકડ ઓલરાઉન્ડર ઈજા બાદ મેદાન પર પાછા ફર્યા છે. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યા હતા અને ઈજાના કારણે આઈપીએલ પણ રમી શક્યા ન હોતા. ટી20 વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીની વાપસી ટીમ માટે સારો સંકેત હોઈ શકે છે.
મેદાનમાં પરત ફર્યા આ ઓલરાઉન્ડર
ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર દીપક ચહર ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતા, પરંતુ તેઓ મેદાનમાં પરત ફર્યા છે. તેમણે હાલમાં જ તેમની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેઓ બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની T20I સિરીઝ દરમિયાન 29 વર્ષીય દીપક ચહર ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.
ટીમમાં વાપસી કરવામાં લાગશે સમય
આ વર્ષે મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દીપક ચહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ ઈજાના કારણે તેઓ આખી સિઝન માટે આઈપીએલમાંથી બહાર થઈ ગયા હતા. ઈજા બાદ હવે તેમનો પ્રયાસ ફિટનેસ પાછી મેળવવા અને ટી20 વર્લ્ડ કપ 2022ની પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવવાનો રહેશે. જે તેમના માટે આસાન નહીં હોય કારણ કે દીપક ચહર પીઠની ઈજા સાથે પણ ઝઝૂમી રહ્યા હતા, તેથી તે કહેવું મુશ્કેલ છે કે તેઓ કેટલા સમય સંપૂર્ણ રીતે ફિટ થશે.
તાજેતરમાં જ ગલફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન
દીપક ચહર તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. લાંબા ગાળાના સંબંધો બાદ 1 જૂને તેમણે તેમની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. 3 જૂને દીપક ચહરના લગ્ન માટે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિસેપ્શનની તસવીરોમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા.