નર્મદા: ટીબી મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે આદિજાતી વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના મંત્રી નીમિષા સુથાર દ્વારા મોરવા હડફ ખાતેથી મંત્રાલય, ભારત સરકાર અને પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના સંયુક્ત સાહસથી “ટીબી એક્ટિવ કેસ ફાઈન્ડિંગ” ૧૦૦ દિવસ કેમ્પેઇંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ટીબી મુક્ત ભારત ૨૦૨૫ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યના આદિવાસી પ્રભાવિત ૧૦ જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન હેઠળ, નર્મદા જિલ્લામાં પીરામલ સ્વાસ્થ્ય દ્વારા યુએસએસ એઇડના સહયોગથી “ટીબી એક્ટિવ કેસ ફાઈન્ડિંગ” અભિયાનને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, આરોગ્ય સમિતીના ચેરમેન અને જિલ્લા ક્ષય અધિકારીએ લીલી ઝંડી બતાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ઝંખના વસાવાએ માહિતી આપી હતી કે TB ACF કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વાહનમાં કેમ્યુનીટી મોબીલાઈઝર પ્રેરામેડીકલ સ્ટાફની ટીમ દ્વારા ટીબી રોગ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.
તેમજ ટીબીના દર્દીઓની ઘરે ઘરે મુલાકાત કરી તેમના ઘરના તમામ સભ્યો અને ફળીયામાં શંકાસ્પદ દર્દીનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. તેઓનું કાઉન્સેલિંગ કર્યા પછી, તેમને ઘરેથી ગળફા એકત્રિત કરવા અને તેમને નજીકના પીએચસી, સીએસસીમાં મોકલી અને તેમને રેફરલ સેવા આપવામાં આવશે, જેથી ટીબીના છુપાયેલા કેસોને ઓળખી શકાય અને સારવાર કરી શકાય.