ટાટા ગ્રુપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસેઝ (TCS) વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ટાટા કન્સલ્ટન્સી સમગ્ર વિશ્વમાં IT સેવા ક્ષેત્રે બીજી સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવી છે. ન્યૂઝ એજન્સી દ્વારા જાusj કરાયેલા ‘બ્રાન્ડ ફાઈનાન્સ’ના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
ટાટા કન્સલ્ટન્સી સિવાય અન્ય ભારતીય દિગ્ગજ કંપનીઓ જેમ કે ઈન્ફોસિસ અને 4 ટેક કંપનીઓએ ટોચની 25 IT સર્વિસ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ ટાટા ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે જે IT સેવાઓ સાથે વ્યવહાર કરે છે. ઈન્ફોસિસ પણ ITની મોટી કંપની છે પરંતુ TCSની સરખામણીમાં દુનિયામાં આટલું મોટું નામ કોઈ નથી.
જો આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી 10 આઈટી સર્વિસ બ્રાન્ડ્સ પર નજર કરીએ, તો તમામ 6 મોટી ભારતીય બ્રાન્ડ્સ આમાં સામેલ છે. આ આંકડો 2020-22નો છે.
એસેન્ચરનું નામ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જે સૌથી મૂલ્યવાન અને મજબૂત IT બ્રાન્ડ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Acengerની 36.2 બિલિયન ડોલરની રેકોર્ડ બ્રાન્ડ વેલ્યુ છે. ભારતની IT કંપનીઓએ 2020 અને 2022ની વચ્ચે સૌથી ઝડપી વૃદ્ધિ મેળવી છે જે લગભગ 51 ટકા છે. જો કે આ જ સમયગાળામાં અમેરિકન કંપનીઓની વૃદ્ધિ પર નજર કરીએ તો ભારતીય કંપનીઓ તેમની પાસેથી 7 ટકા પાછળ રહી ગઈ છે.
શું કહે છે રિપોર્ટ
‘બ્રાન્ડ ફાઇનાન્સ’નો રિપોર્ટ કહે છે કે હવે બિઝનેસમાં રિમોટ વર્કિંગ કે વર્ક ફ્રોમ હોમનો જમાનો સામાન્ય બની ગયો છે. આ નવો ટ્રેન્ડ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ડિજિટલાઇઝેશનની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બની ગઈ છે. આ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં IT સેવાઓએ સૌથી ઝડપી ગતિ મેળવી છે.