TATA SKY name changed: DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ પ્રોવાઈડર અને પે ટીવી પ્લેટફોર્મ ટાટા સ્કાય (TATA SKY)નું નામ બદલાઈ ગયું છે. કંપનીનું નવું નામ હવે TATA PLAY થઈ ગયું છે. એટલે કે, જો તમે ટાટા સ્કાયના ગ્રાહક છો, તો હવે તમે ટાટા પ્લે નામની કંપનીના ગ્રાહક કહેવાશો. કંપનીએ બુધવારે આ નામની જાહેરાત કરી છે.
ટાટા પ્લે લિમિટેડના એમડી અને સીઈઓ હારિત નાગપાલે આ તકે જણાવ્યું હતું કે, ટાટા સ્કાયે OTT અને બ્રોડબેન્ડમાં એન્ટ્રી કરીને કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યૂશનની એક ઇકોસિસ્ટમ બનાવવા માટે તેના મુખ્ય વ્યવસાયમાં માર્કેટ લીડરશિપનો ફાયદો ઉઠાવ્યો છે. અમારું માનવું છે કે, આ એક બ્રાન્ડ આઈડેંટિટીનો સમય છે, જે અમારા DTH બિઝનેસથી અલગ છે. ખાસ વાત એ છે કે હવે ટાટા પ્લે પર એક નવી સર્વિસ પણ આપવામાં આવશે, હકીકતમાં યુઝર્સને હવે ટાટા પ્લે પર નેટફ્લિક્સનો સપોર્ટ મળશે.
કંપની Netflix સપોર્ટ આપશે
જે લોકો નેટફ્લિક્સ જોવા માંગે છે તેમના માટે કંપનીએ પણ કંઈક ખાસ કર્યું છે. હકીકતમાં, કંપનીએ હવે આવા યુઝર્સ માટે Netflix સપોર્ટનો સમાવેશ કર્યો છે, જેથી હવે યુઝર્સે OTT પ્લેટફોર્મ પર મૂવી જોવા માટે ભટકવું નહીં પડે.
તમને જણાવી દઈએ કે, Tata Sky ઘણા વર્ષોથી ભારતમાં લોકપ્રિય DTH સેવા બની રહી છે. આ સેવાનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે અને લોકો તેમની મનપસંદ ટીવી ચેનલો જુએ છે અને જરૂરિયાત મુજબ તેમાં વધારો અને ઘટાડો કરતા રહે છે. કંપની તેના ગ્રાહકો માટે સમયાંતરે નવી ઑફર્સ અને સેવાઓ રજૂ કરતી રહે છે.