Tamil Nadu Airavatesvara Temple: તમિલનાડુમાં કુંભકોણમની પાસે દારાસુરમમાં સ્થિત છે ‘એરાવતેશ્વર મંદિર’. આ મંદિર યૂનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર છે. આ હિન્દુ મંદિર છે, જેને દક્ષિણી ભારતમાં 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એરાવતેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવને અહીં એરાવતેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં દેવતાઓના રાજા ઈન્દ્રના સફેદ હાથી એરાવત દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી.
મંદિરની વાસ્તુકળા
આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંની સીડીઓમાંથી સંગીતની ધુન નિકળે છે, જેના કારણે આ મંદિર ઘણું અલગ છે. મંદિરનું ન ફક્ત ધાર્મિક મહત્વ છે, પણ તે પ્રાચીન વાસ્તુકળા માટે પણ પ્રસિદ્ધ છે. મંદિરની આકૃતિ અને દિવાલો પર કોતરવામાં આવેલા ચિત્રો લોકોને ઘણા આકર્ષિત કરે છે.
દ્રવિડ શૈલીમાં મંદિર
આ મંદિરને દ્રવિડ શૈલીમાં પણ બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન મંદિરોમાં તમને રથની સંરચના પણ દેખાશે અને વૈદિક અને પૌરાણિક દેવતા ઈન્દ્ર, અગ્નિ, વરૂણ, વાયુ, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ, સપ્તમત્રિક, દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી, ગંગા, યમુનાના ચિત્રો અહીં છે.
સીડીઓમાંથી નિકળે છે સંગીત
આ મંદિરની સૌથી મોટી ખાસિયત અહીંની સીડીયો છે. મંદિરના એન્ટ્રીવાળા દ્વાર પર એક પથ્થરની સીડી બનેલી છે, જેના દરેક પગથીયે અલગ-અલગ ધ્વનિ નિકળે છે. આ સીડિયોના માધ્યમથી તમે સંગીતના સાતેય સુર સાંભળી શકો છો. તમે સીડીયો પર ચાલશો ત્યારે પણ તમને ધુન સાંભળવા મળી જશે.
મંદિરને લઈને આ છે પૌરાણિક કથા
માન્યતા છે કે એરાવત હાથી સફેદ હતો, પણ ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે હાથીનો રંગ બદલાઈ ગયો. તેનાથી તે ઘણો દુખી હતો. તેણે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કરીને સફેદ રંગ બીજીવાર પ્રાપ્ત કર્યો. મંદિરમાં ઘણા શિલાલેખ છે. ગોપુરા પાસે એક અન્ય શિલાલેખથી ખબર પડે છે કે એક આકૃતિ કલ્યાણીથી લાવવામાં આવી, જ્યાર બાદમાં રાજાધિરાજ ચોલ પ્રથમ દ્વારા કલ્યાણપુરા નામ આપવામાં આવ્યું.