અમરેલી: અમરેલી જિલ્લા બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામે તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપની કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર દ્વારા આ બેઠક બોલાવાઈ હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણી, સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement
આ બેઠકમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ભાજપ મંત્રી મનોજ મહિડા સહિત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, આગેવાનો હાજર રહ્યા હતા.
Advertisement