સુત્રાપાડા તાલુકાના ગોરખમઢીથી નવાગામ વચ્ચે સરસ્વતી નદી ઉપર મેજર બ્રિજ પુલનું રૂ. 2 કરોડ 14 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ પુલનું સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપસિંહ બારડ, ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ બસુભાઈ વાજા, જિલ્લા પંચાયત માજી પ્રમુખ બાબુભાઇ પરમાર, ભાજપના જિલ્લા મહામંત્રી વજુભાઇ વાજા સહિત સરપંચો અને કાર્યકરો બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement