મુંબઈ અંડરવર્લ્ડના વધુ એક ચર્ચિત ચહેરો ગેંગસ્ટર સુરેશ પુજારી (Suresh Pujari)ની ફિલિપાઇન્સ(Philippines)માં ધરપકડ કરવામાં આવી છે. સુરેશ પુજારી પર મુંબઈમાં લગભગ બે ડઝનથી વધુ ગુનાઓ દાખલ છે. વર્ષ 2007માં સુરેશ પુજારી દેશ છોડીને ભાગી ગયો હતો. મહારાષ્ટ્રમાં જબરદસ્તીથી વસૂલી ના ઘણા મામલામાં વોન્ટેડ ગુનેગારને ભારત લાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેશ પુજારીની 15 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે પોલીસ ગિરફ્તમાં છે. મુંબઈ પોલીસ અને સીબીઆઈ વર્ષોથી ગેંગસ્ટરની તમામ ગતિવિધિઓ પર નજાર રાખી રહી છે. સુરેશ પુજારીની ફિલિપાઇન્સની ફ્યૂજીટીવ સર્ચ યુનિટે ધરપકડ કરી હતી.
સુરેશ પુજારીએ ક્રાઈમની દુનિયામાં શરૂઆત રવિ પૂજારી સાથે મળીને કરી હતી. પરંતુ પૈસાની ગડબડ અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સુરેશ પુજારીએ અલગ ગેંગ બનાવી. સુરેશ પુજારી પર હપ્તા વસૂલવા, હત્યા અને ગુનાહિત ષડયંત્ર રચવાના કેસો નોંધાયેલા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2થી 3 દિવસ પહેલા તેની ધરપકડ થઈ છે. તેના સાથે જોડાયેલ તમામ ડિટેલ મુંબઈ પોલીસ દ્વારા ભારત સરકારને સોંપવામાં આવી હતી. સુરેશ પુજારી ઈન્ટરપોલના રડાર પર હતો અને હવે તેની ધરપકડ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેને ભારત લાવવામાં આવશે.
રવિ પૂજારીને વર્ષની શરૂઆતમાં લાવવામાં આવ્યો ભારત
ગેંગસ્ટર સુરેશ પુજારી પહેલા ડોન રવિ પુજારીની સાથે કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે પોતાની ગેંગ બનાવી. ભારતમાં ઘણા કેસ નોંધાયા પછી તે દેશ છોડીને ભાગી ગયો અને નકલી દસ્તાવેજો દ્વારા જુદા-જુદા દેશોમાં રહેતો હતો.
આ વર્ષની શરૂઆતમાં ભાગેડુ ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ કરી મુંબઈ લાવવામાં આવ્યો હતો. 59 વર્ષીય ગેંગસ્ટર વર્ષ 1994થી ફરાર હતો. મુંબઈ પોલીસ 2016ના ગઝાલી હોટલ ફાયરિંગ કેસમાં ગેંગસ્ટર રવિ પુજારીની શોધમાં હતી. રવિ પુજારી 49 કેસમાં વોન્ટેડ હતો, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણીના આરોપોનો સમાવેશ થાય છે.
હવે રિયાઝ ભાટીની શોધ
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ હવે રિયાઝ ભાટીની તલાશ કરી રહી છે, જે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહાયક અને પરમ બીર સિંહનો સહ-આરોપી છે. ભાટી વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એટલા માટે ક્રાઈમ બ્રાન્ચ રિયાઝ ભાટીની પૂછપરછ કરવા માંગતી હતી. જોકે, આ કેસમાં મહત્વની કડી માનવામાં આવતો ભાટી હવે ફરાર છે.