હાલ વરસાદ પડતાં ગલી શેરીયુએ ગંદા પાણીના ખાબોચિયાં ભરાયાં છે ત્યારે રોગચાળાએ ભરડો લીધો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લખતરમાં સિઝનેબલ રોગચાળાએ માથું ઉચકતા લોકો રોગચાળામાં સપડાયા છે. હાલમાં જ ચોમાસુ ઋતુને કારણે વરસાદ થતાં જ લખતર ગામ અને ગામડામાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે લખતરમાં ઝાડાઉલ્ટી તાવ માથું કળતર જેવા રોગોએ માથું ઊંચક્યું છે. આ સાથે લખતર સી.એચ.સી તથા લખતર ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારેભીડ જોવા મળી રહી છે.
હાલ લખતર સી.એચ.સી સહિત ખાનગી દવાખાનાઓમા પણ કીડીયારું માફક દર્દીઓથી ઉભરાયા છે અને આ રોગચાળો વધુ માથું ઊંચકે તે પહેલાં ઘરે ઘરે સર્વે કરી દવા વહેંચવા લોકોની માગ છે. લખતરની સરકારી હોસ્પિટલ તાવ અને જાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. લખતરમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લખતર તાલુકાની તમામ હોસ્પિટલમાં દરોજ 400 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.
રીપોર્ટ : વિજય જોષી, લખતર