લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ અને રેલવે સ્ટેશન વચ્ચે બાલિકા વિદ્યાલય આવેલુ છે. આ વિદ્યાલયમાં બક્ષીપંચ જ્ઞાતિની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીનીઓ લખતર તાલુકા મથકમાં નિવાસ સ્થાન ધરાવતી હોય તેમને આ વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જે વિદ્યાર્થીનીઓ ગ્રામ્ય વિસ્તારમાં નિવાસ સ્થાન ધરાવે છે. તેમને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવે છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાલિકાઓનું મેડિકલ દર મહિને કરાવવામાં આવે છે.
આ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા સાથે જુદાજુદા ધાર્મિક સ્થળે જુદીજુદી કચેરીઓની કામગીરીથી વાફેક થાય તે માટે થઈને સ્કૂલની વિદ્યાર્થીનીઓને જુદાજુદા સ્થળની મુલાકાત કરાવવામાં આવે છે. ત્યારે વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ લખતર પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચી હતી. લખતર પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા પોલીસની કામગીરીથી વાકેફ કરવા સાથે સ્ત્રી અત્યાચાર એટલે શું ? સ્ત્રી અત્યાચાર કાયદા અંતર્ગત સ્ત્રી અત્યાચાર કરનાર ઉપર શું પગલા લેવાય તેની માહિતી આપી હતી. પોલીસ સ્ટેશન બાદ વિદ્યાર્થીનીઓએ પોસ્ટ ઓફિસની પણ લીધી હતી મુલાકાત.
રિપોર્ટ : વિજય જોષી, લખતર