ધ્રાંગધ્રા હાઈવે પર અવાર-નવાર અકસ્માતના બનાવો સામે આવે છે. તેવામાં શુક્રવારના રોજ સવારના સમયમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. કચ્છ તરફથી આવતું તેલ ભરેલું ટેન્કર ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ગામ નજીક પલ્ટી મારી ગયું હતું.
ટેન્કર પલ્ટી મારી જતા ટેન્કરમાં રહેલું તેલ રસ્તા પર ઢોળાતા આસપાસના રહિશો વાસણો લઈને હાઈવે પર ચઢી આવ્યા હતા અને તેલ ભરીને ઘરે લઈ ગયા હતા. રસ્તા પર ઢોળાયેલા તેલને લેવા માટે પડાપડીના દ્રશ્યો સામે આવ્યા હતા.
આ મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કરી રસ્તા પર પલ્ટી ખાઈ ગયેલ ટેન્કરને હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં તેલના ભાવ ભડકે રહી છે ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર તેલના ખાબોચીયા નજરે પડી રહ્યા હતા.
Advertisement
Advertisement