સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં હાલ સિંચાઈના પાણીને લઈ ખેડૂતો આકરા પાણીએ છે. હાલમાં જ ધ્રાંગધ્રા પંથકના 10 જેટલા ગામોના ખેડૂતો દ્વારા જેસડા ગામે સિંચાઈના પાણી મુદ્દે માળીયા બ્રાન્ચ કેનાલ ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા.
આ ધરણાં પ્રદર્શન બાદ ખેડૂત આગેવાન જે.કે. પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મોટી જાહેરાત કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે, નર્મદા નિગમ પાસે પાણીનો ભરપૂર ભંડાર હોવા છતા ખેડૂતો પરેશાન થાય તેવા હેતુથી જાણી જોઈને સિંચાઈનું પાણી છોડવામાં આવતું નથી.
આગામી 7 જૂન સુધીમાં જો નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો 7 જૂનના દિવસે જ તેઓ જળ સમાધિ લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂત આગેવાનની જળ સમાધિની જાહેરાતને લઈ સરકારી તંત્ર દોડતું થયું છે.
Advertisement
Advertisement