સુરેન્દ્રનગરના લખતરમાં શિયાણી દરવાજા સામે આવેલ દેવીપૂજકવાસમાંથી શ્રાવણીયા જુગારની મોજ માણતા ચાર જુગારીઓને લખતર પોલીસે ઝડપી પાડ્યા છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ આવતા જુગાર રમવાની મોસમ હોય તેમ જુગરીઓ જુગાર રમવાની અસામાજિક પ્રવૃત્તિ કરવમાં સક્રિય થઈ જાય છે. ત્યારે હવે આવા જુગારીઓ સામે પોલીસ પણ મેદાને પડી ગઈ છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ આવતા જુગારની બદી વધતી હોય છે.
પોલીસ દ્વારા શ્રાવણ માસમાં જુગાર રમતા અનેક જુગરીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જુગાર રમતા જુગરીઓ જુગારમાં રૂપિયા હારી જતા બીજી અસામાજિક પ્રવૃત્તિ તરફ વળતા અનેક સામાજિક સમસ્યાઓ ઉભી થાય છે. નાના અંકેવાડિયામાંથી દેશી દારૂ સાથે જગતસિંહ દરબારને લખતર પોલીસે ઝડપી પાડ્યો હતો. લખતર પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે શિયાણી દરવાજા સામે આવેલ દેવીપૂજકવાસમાં અમુક વ્યક્તિઓ કુંડાળું વળી જુગાર રમી રહ્યા છે. બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરી રેડ કરતા કરણ જખવાડિયા, આકાશ જખવાડિયા, દિલીપ ઊઘેરિજિયા, સંજય ઉર્ફે દેવ ઉધરેજીયા જુગાર રમતા પકડી પાડી લખતર પોલિસ સ્ટેશનમાં લાવી જુગારધારા મુજબ ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : વિજય જોષી, લખતર