લખતરના પ્રજા વત્સલ રાજવી કરણસિંહજી વજેરાજસિંહજી ઝાલાનો જન્મ સવંત 1902 માં થયો હતો તેમના શાસનકાળ દરમ્યાન લખતર ની અંદર કરણસિંહજી મિડલ સ્કૂલ લખતર ફરતો ઐતિહાસિક ગઢ અનેક કુવા દલિતવાસમાં દલિત વિદ્યાર્થીઓ માટે જેતે સમયે સ્કૂલ બનાવી હતી. રામમહેલ નીલકંઠ કરણેશ્વર મહાદેવ સહિત અનેક મંદિરના નિર્માણ કરાવ્યા હતા. તેઓનો સ્વર્ગવાસ સવંત 1980માં શ્રાવણ સુદ આઠમ રોજ થયો હતો. ત્યારથી તેમની યાદ માં તેમના સમાધિ સ્થળે 98 વર્ષથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકવાયકા મુજબ તેમના સમાધિ સ્થળ ઉપર પારણું અને નાળિયેર રમતું મુકવાની માનતા રાખે છે .તેમના સમાધિ સ્થળ ઉપર આજેય પણ પારણા ચડાવેલ જોવા મળે છે.
રિપોર્ટર વિજય જોષી લખતર
Advertisement
Advertisement