હાલમાં સરકાર દ્વારા સ્ત્રી શશક્તિકરણ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત જુદાજુદા વિભાગ સહિત નાના નાના ગ્રામ્ય વિસ્તારની બહેનોને સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત સેમિનાર કરી નારી શક્તિ એટલે શું ? તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજની નારી પુરુષ સમોવડી બની દરેક છેત્રે હરણફાળ ભરી આગળ આવી રહી છે. એક નારી હાલ ભારત દેશના રાષ્ટ્રપતિ પદ શોભાવી રહી છે. ત્યારે આજની નારીએ આત્મ સન્માન કઈ રીતે જાળવવું, આત્મસન્માનથી કઈ રીતે જીવવું સહિતની જાણકારી આપવામાં આવી રહી છે. આજે લખતર તાલુકા પંચાયત ભવનના જુના આઇઆરડી ભવનમાં લખતર તાલુકા આઇસીડીએસ વિભાગ હેઠળની 75 આંગણવાડીની કાર્યકર બહેનો અને મદદનીશ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્ત્રી સશક્તિકરણ અંતર્ગતના મુદાઓ અંતર્ગત માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં ઇન્ચાર્જ સીડીપીઓ, સુપરવાઈઝર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિજય જોષી, લખતર