जन मन INDIA
slider news મનોરંજન

Sunny Leoneએ મુંબઈમાં ખરીદ્યું આલીશાન ઘર, કિંમત સાંભળીને આંખો થઈ જશે પહોળી

એક્ટ્રેસ સની લિયોનીએ ખુબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને તે હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. સની લિયોનીની એક ઝલક મેળવવા અને તેના વિશે જાણવા માટે તેના ફેન્સ ઉત્સુક રહે છે.

જ્યારે એકવાર ફરીથી સની લિયોની ચર્ચામાં આવી ગઈ છે. તાજેતરમાં સની લિયોનીએ એક આલિશાન ઘર ખરીદ્યું છે પરંતુ તેની કિંમત જાણીને તમે દંગ રહી જશો.

મળતી માહિતી પ્રમાણે, સનીએ પાછલી 28 માર્ચે 16 કરોડ રૂપિયાનો એક ફ્લેટ ખરીદ્યો છે. આ પ્રૉપર્ટી સનીએ પોતાના અસલી નામ એટલે કે કરણજીત કૌર વોહરાના નામથી ખરીદી છે. તેમજ આ સંપત્તિ માટે સનીએ 48 લાખ રૂપિયાનો સ્ટેમ્પ ચાર્જ પણ ભર્યો છે.

સની લિયોનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલના દિવસોમાં રિયલિટી ટીવી શો ‘સ્પ્લિટ્સવિલા’ની સીઝન 13નું શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ તે વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત વેબ સીરીઝ ‘અનામિકા’નું શૂટિંગ કરી રહી છે. આ સીરીઝમાં તેની સાથે સોનાલી સહેગલ લીડ રોલમાં જોવા મળશે.

જણાવી દઈએ કે સની લિયોનીએ રિયાલિટી શો ‘બિગ બૉસ’ની પાચમી સીઝનમાં ભાગ લીધો હતો અને અહીંથી જ પોતાની ઓળખ બનાવી હતી. ત્યાર બાદ એક્ટ્રેસે ફિલ્મ ‘જિસ્મ 2’થી ડેબ્યૂ કર્યું.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

Leave a Comment