Suniel Shetty Business List: સુનીલ શેટ્ટીએ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા છે. આ ત્રીસ વર્ષોમાં સુનીલ શેટ્ટી એક મહાન અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે. ખાસ વાત એ છે કે 30 વર્ષ પછી પણ ઈન્ડસ્ટ્રીમાં તેમનો દબદબો યથાવત છે. પરંતુ સુનીલ શેટ્ટીએ માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ અનેક બિઝનેસ દ્વારા પણ તેમની આવકમાં અનેકગણો વધારો કર્યો છે.
સુનીલ શેટ્ટીએ પોતાને માત્ર એક્ટિંગ સુધી જ સીમિત નથી રાખ્યા, પરંતુ બિઝનેસમાં પણ તેમણે કિસ્મત અજમાવી છે અને તેમની કિસ્મતે તેમને ઘણો સાથ આપ્યો છે. સુનીલ શેટ્ટીના એક નહીં પરંતુ ઘણા બિઝનેસ ચાલે છે.
રેસ્ટોરન્ટથી લઈને શો-રુમ અને શો-રુમથી લઈને રિયલ એસ્ટેટ બિઝનેસ સુધીમાં પગ પેસારો કરી ચૂકેલા સુનીલ શેટ્ટી આ બિઝનેસથી કરોડો રુપિયા કમાય છે. જો રેસ્ટોરન્ટની વાત કરીએ તો તેઓ મિસચીફ ડાયનિંગ બાર અને ક્લબ એચ2ઓના માલિક છે, જે ખૂબ જ પ્રખ્યાત છે.
માત્ર મુંબઈના પોશ એરિયામાં જ નહીં પરંતુ સાઉથ ઈન્ડિયામાં તેમણે પોતાના પ્રખ્યાત રેસ્ટોરન્ટની ચેઈન પણ બનાવીને રાખી છે. આ સિવાય તેઓ એડવેન્ચર પાર્કમાં પણ પાર્ટનરશિપ ધરાવે છે. જેમાંથી પણ તેઓ સારા રુપિયા કમાય છે.
સુનીલ શેટ્ટીની સાથે તેમના પત્ની માના શેટ્ટી પણ તેમના બિઝનેસમાં પૂરો સાથ આપે છે. તેમનો R House નામથી એક લક્ઝરી ફર્નિચરનો શો-રુમ છે, જેમાંથી પણ સુનીલ શેટ્ટી સારી એવી કમાણી કરે છે.
રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ સુનીલ શેટ્ટીએ હાથ અજમાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ આ બિઝનેસથી જ 100 કરોડથી વધુની કમાણી કરે છે. જો કે, આ વાતોમાં કેટલું સત્ય છે તે તો સુનીલ શેટ્ટી જ કહી શકે છે.
તેમની પાસે મુંબઈમાં એક સુંદર બંગલો અને ખંડાલા હિલ સ્ટેશનમાં એક આલીશાન ફાર્મ હાઉસ છે. આ સિવાય સુનીલ શેટ્ટીએ ઘણા રાજ્યોમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.