Aadhaar Card Download: આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે. આજના સમયમાં દરેકની પાસે આધાર કાર્ડ છે અને તમારા ઘરના ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધીની દરેક વસ્તુ આધાર સાથે લિંક છે, જેના કારણે ગ્રાહકોને ઘણા મોટા ફાયદા તો મળે છે, પરંતુ ઘણી વખત છેતરપિંડી પણ થઈ જાય છે.
આવી સ્થિતિમાં જેમની પાસે આધાર કાર્ડ છે તેઓ સાવધાન રહે. જો કોઈ તમારી પાસે પર્સનલ માહિતી અથવા OTP માંગે તો એલર્ટ થઈ જાવ. UIDAIએ ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું છે.
UIDAIએ તેના સત્તાવાર ટ્વીટ પર લખ્યું છે કે તમારે ક્યારેય પણ તમારો આધાર OTP કોઈની સાથે શેર ન કરવો જોઈએ. આ સાથે જ તમારી પર્સનલ માહિતી પણ કોઈને ન આપવી જોઈએ.
UIDAIએ કહ્યું કે, OTP અથવા વિગતો પૂછવા માટે અમારી તરફથી ક્યારેય કોઈ કોલ કે SMS કરવામાં આવતો નથી. આ દિવસોમાં છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે, તેથી આવા ફોન કોલ્સ અને એસએમએસથી સાવચેત રહો.
છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં સાયબર અપરાધીઓએ લોકોના આધાર કાર્ડ ડેટાની ચોરી કરી છે અને તેનો ઉપયોગ લોન અથવા કોઈપણ છેતરપિંડીની પ્રવૃત્તિ માટે કર્યો છે.
આવી સ્થિતિમાં સમય-સમય પર તમારે આધાર કાર્ડની હિસ્ટ્રીને ચેક કરતી રહેવી ખૂબ જરુરી છે. હિસ્ટ્રી ચેક કરવાથી તમને ખબર પડશે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં કરવામાં આવ્યો છે.