Reliance Jio Vs Excitel: Jio તેના બ્રોડબેન્ડ પ્લાનમાં ધમાકેદાર બેનિફિટ્સ આપે છે. લોકો પણ વધુ ફાયદા માટે Jioના પ્લાન તરફ જઈ રહ્યા છે, પરંતુ એક કંપનીનો એવો પ્લાન છે જે Jioના પ્લાનની સરખામણીમાં અડધી કિંમતમાં તમામ બેનિફિટ્સ આપી રહ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ Jioના પ્લાનની અડધી કિંમતે કમાલની ઈન્ટરનેટ સ્પીડ અને અન્ય લાભો મેળવી શકે છે. અમે જે કંપનીના પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે Excitel. જેના પ્લાનની કિંમત Jioના પ્લાન કરતા અડધી છે, જ્યારે બેનિફિટ્સમાં કોઈ ઘટાડો નથી. ચાલો આ બંને કંપનીઓના પ્લાનની સરખામણી કરીએ…
Excitelનો 600 રુપિયાવાળો બ્રોડબેન્ડ પ્લાન
Excitelના પ્લાનની કિંમત 600 રૂપિયા છે. આ બ્રોડબેન્ડ પ્લાનમાં તમને 30 દિવસ માટે 100Mbpsની સ્પીડ પર ઈન્ટરનેટ મળશે અને તમારે આ પ્લાનમાં કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, આ પ્લાન લેતી વખતે તમારે મોડેમ માટે 2,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડશે.
આખા વર્ષ માટે પ્લાન લેશો તો થશે વધુ ફાયદો
તમને જણાવી દઈએ કે જો તમે આ કંપનીનો ત્રણ મહિનાનો પ્લાન લો છો તો તમારે દર મહિને 565 રુપિયા, ચાર મહિનાના પ્લાનમાં 508 રુપિયા/ મહિને, છ મહિનાના પ્લાનમાં 490 રુપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે. 9 મહિનાના પ્લાનમાં દર મહિને 424 રૂપિયા અને જો તમે એક વર્ષ માટે પ્લાન લો છો તો તમારે દર મહિને 399 રૂપિયા ચૂકવવા પડશે.
Jio કરતાં અડધી કિંમતે મેળવો તમામ બેનિફિટ્સ
જો તમે વિચારી રહ્યા છો કે Jio કરતા અડધી કિંમતમાં તમને બેનિફ્ટિ્સ કેવી રીતે મળી શકે છે, તો અમે તમને આ વિશે જણાવીએ છીએ. Jioના માસિક બ્રોડબેન્ડ પ્લાનની કિંમત પણ 699 રૂપિયા છે. પરંતુ Excitelનો પ્લાન લેતી વખતે જો તમે સારી વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન લો છો, તો તમારા માસિક ખર્ચમાં ઘટાડો થશે.
Excitelના એક વર્ષની વેલિડિટી પ્લાનની કિંમત 399 રુપિયા પ્રતિ મહિનાના હિસાબથી 4,788 રુપિયા છે, જ્યારે જિયો ફાઈબરના એક વર્ષના બ્રોડબેન્ડ પ્લાનની કિંમત 8,388 રુપિયા છે. તમને જણાવી દઈએ કે બંને પ્લાનમાં ઈન્ટરનેટ સ્પીડ 100Mbps છે.