છેલ્લા કેટલાક મહિનાઓથી વેચવાલીનો માર સહન કરી રહેલા શેરબજારના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા સપ્તાહનો અંત ભારે ઘટાડા સાથે પૂરો થયા બાદ સોમવારે પણ રોકાણકારો માટે કોઈ રાહતના સંકેત દેખાતા નથી.
બજારમાં નબળા સંકેતો બાદ સ્થાનિક શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ ટ્રેડિંગ દિવસે 30 પોઈન્ટનો સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 52,882 પોઈન્ટ પર ખુલ્યો હતો.
જ્યારે નિફ્ટી 413 પોઈન્ટથી વધુ ઘટીને 15464.55ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળતા રોકાણકારોને પણ રોવાનો વારો આવ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે, રોકાણકારોના આશરે 5 લાખ કરોડથી વધુનો ફટકો પડ્યો છે. આ પહેલા શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સમાં 1016 પોઈન્ટનો ઘટાડો થયો હતો. ઓપન શેરબજાર શુક્રવારે ઘટ્યા બાદ દબાણ હેઠળ ટ્રેડ થયું હતું અને અંતે 1,016.84 પોઈન્ટ ઘટીને 54,303.44 પર બંધ થયું હતું. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 276.30 પોઈન્ટ ઘટીને 16,201.80 પર બંધ થયો હતો.