ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ખાનગી સ્કૂલોની ફીમાં 20 ટકાનો વધારો થયો છે. જ્યારે 2022-23ના શૈક્ષણિક વર્ષ માટે પણ સ્કૂલો ફીમાં 5 ટકા સુધીનો વધારો કરશે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન સ્કૂલોની ફીમાં મોટો વધારો થયો છે.
ફી રેગ્યુલેશન કમિટી આવ્યા બાદ પણ સ્કૂલોની ફી પર કોઇ કાબૂ મેળવી શકાયો નથી. જેને લઇને વાલીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાનગી સ્કૂલો દ્વારા વસુલાતી બેફામ ફી મુદ્દે વિપક્ષે પણ સરકારને આડે હાથ લીધી છે. ત્યારે આ મામલે હવે રાજ્યના શિક્ષણમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
રાજ્યની શાળાઓ હવે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી નહીં ઉઘરાવી શકે અને જો વધારે ફી લેવાશે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી છે.
સ્કૂલોમાં ફી મામલે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની કોઈ પણ શાળા હોય તે શાળા FRC વિરુદ્ધ ફી લેતા હોય તેની સામે સરકાર પગલાં લેશે. કોઈ પણ સ્કૂલની મનમાની ધ્યાને આવશે તો તેની સામે કડકમાં કડક એક્શન લેવામાં આવશે.
અમારી સાથે જોડાઓ અને મેળવો દિવસભરના મુખ્ય સમાચારોની અપડેટ્સ સીધી તમારા મોબાઈલ પર
ટેલીગ્રામ માટે QR CODE અથવા આ લિંક પર ક્લિક કરો
YOUTUBE , SHARECHAT , FACEBOOK , TWITTER, INSTAGRAM