દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધોરણ-2થી લઈ વિવિધ વર્ગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 8 એપ્રિલ, 2021થી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં જે પણ વાલીઓ પોતાના બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવવા ઈચ્છતા હોય તો તે, કેન્દ્રીય વિદ્યાલયની અધિકારિક વેબસાઈટ kvssangathan.nic.inપર જઈને ઓનલાઈન આવેદન આપી શકે છે.
તમને જણાવી દઈએ કા આ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની અંતિમ તારીખ 15 એપ્રિલ, 2021 છે. અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-2ની સૂચી 19 એપ્રિલ, 2021ના રોજ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે.
આ તારીખોનું રાખો ધ્યાન
રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ 8 એપ્રિલ
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 એપ્રિલ
પ્રવેશ પ્રક્રિયાના પ્રારંભની તારીખ 20 એપ્રિલ
પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ 27 એપ્રિલ
આ બાબતોનું રાખો ધ્યાન
ધોરણ-2માં પ્રવેશ માટે સૌ પ્રથમ જરૂરી છે કે વાલીઓ પહેલા કેટલી બેઠકો છે તે જાણી લે. આ માટે તેઓ સંબંધિત શાળાઓએ જઈને તપાસ કરી શકે છે. ત્યારબાદ આવેદનપત્ર પત્ર ભરી જરૂરી તમામ ડોક્યુમેન્ટ શાળામાં જમા કરાવો.
વાલીઓ ધ્યાન રાખે કે, કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ પ્રમાણે જ ધોરણ-2માં પ્રવેશ માટે 20 એપ્રિલે શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયા 27 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થઈ જશે.
જોકે, ધોરણ-11ને છોડીને તમામ વર્ગોઓ માટે પ્રવેશની અંતિમ તારીખ 31 મે, 2021 છે. આ સિવાય વધુ જાણકારી માટે કેન્દ્રીય વિદ્યાલયની વેબસાઈટ પર તપાસ કરી શકો છો.