Cricketers Married With Sports Anchors: આજના સમયમાં એન્કરની સાથે ક્રિકેટર્સ ખૂબ જ ઈન્ટરેક્ટ કરે છે. જ્યારે પણ એન્ટર અને ખેલાડીઓના સંબંધોની વાત આવે છે ત્યારે જસપ્રિત બુહરાહનું નામ સૌથી પહેલા આવે છે, પરંતુ આજે અમે એવા ક્રિકેટર્સ વિશે જણાવીશું, જેમણે ટીવી એન્કરને પોતાની જીવનસાથી બનાવી છે. આ ખેલાડીઓની પત્નીઓ સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયામાં જાણીતું નામ છે.
એરિન હોલેન્ડ (Erin Holland) સૌથી વધુ ફોલો કરવામાં આવતી અને ઈન-ડિમાન્ડ ટીવી હોસ્ટમાંથી એક છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર બેન કાટિંગે 13 ફેબ્રુઆરી, 2021માં એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા હતા. એરિને લગ્ન બાદ ખુલાસો કર્યો હતો કે તે બેનને ઈન્સ્ટાગ્રામ પર મળી અને પછી તેમની મિત્રતા વધી હતી. એરિન હોલેન્ડ એક પણ ગાયિકા છે.
ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill)ના લગ્ન ન્યુઝીલેન્ડની પ્રખ્યાત સુંદર સ્પોર્ટ્સ એન્કર લૉરા મેકગોલ્ડ્રીકે સાથે થયા હતા. જ્યારે લૉરાએ ‘ધ ક્રિકેટ શો’માં ગુપ્ટિલનો ઈન્ટરવ્યુ લીધો ત્યારે તેઓ પ્રથમ વખત એક-બીજા સાથે મળ્યા. વર્ષ 2014માં માર્ટિન અને લૉરા મેકગોલ્ડ્રીકે વર્ષ 2014માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લૉરા મેકગોલ્ડ્રીક વ્યવસાયે સ્પોર્ટ્સ એન્કર છે.
જસપ્રીત બુમરાહે સંજના ગણેશન સાથે માર્ચ 2021માં લગ્ન કર્યા હતા. સંજના ગણેશન એક ફેમસ સ્પોર્ટસ એન્કર છે. સંજનાએ વર્લ્ડ કપ 2019 દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના ઘણા ફેમસ શૉ જેમ કે ‘મેચ પોઈન્ટ’ અને ‘ચીકી સિંગલ્સ’ હોસ્ટ કર્યા છે. સંજના ગણેશન કેકેઆર ટીવીની પ્રીમિયર હોસ્ટ પણ રહી ચૂકી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની (Stuart Binny)એ ફેમસ સ્પોર્ટ્સ એન્કર મયંતી લેન્ગર (Mayanti Langer) સાથે સપ્ટેમ્બર 2012માં લગ્ન કર્યા હતા. વર્ષ 2020માં મયંતીએ પુત્રને જન્મ આપ્યો હતો. બિન્ની પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કંઈ ખાસ કમાલ નથી કરી શક્યા, તો મયંતીએ એન્કરિગમાં ખૂબ નામ બનાવ્યું.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર શેન વોટસને 2010માં ન્યૂ સાઉથ વેલ્સમાં જન્મેલા લી ફર્લોંગ (Lee Furlong) સાથે લગ્ન કર્યા હતા. લી ફર્લોંગ એક સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર, લેખક, મોડેલ અને બિઝનેસવુમન છે. 2018 માં તેણી એક લેખક પણ બની અને બાળકો માટે એક પુસ્તક લખ્યું. લી ઓસ્ટ્રેલિયામાં ખૂબ જાણીતું નામ છે.