जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • પાવાગઢમાં બોલ્યા PM મોદી- માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા કરે છે પ્રેરિત
slider news વાત સરકારની

પાવાગઢમાં બોલ્યા PM મોદી- માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા કરે છે પ્રેરિત

18/06/2022
Share0

તા-18-06-2022 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી મા કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઉર્જા તો આપે છે પરંતુ સાથે સાથે આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત પણ કરે છે. વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદે પણ મહાકાળીના આર્શિવાદ મેળવી પ્રભુ સેવાથી પ્રજા સેવાનો માર્ગ કંડાર્યો હતો એ જ રીતે મહાકાળીએ આપણને ઉર્જા- ત્યાગ- સર્મપણ સાથે દેશના જન-જનનો સેવક બનીને સેવા કરવાના આર્શિવાદ મને આપ્યા છે.

પ્રધાનમંત્રીએ આજે ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું.

આ પ્રસંગે માતાના દરબારથી સંતોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશિર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. મારું જીવન ધન્ય થઈ ગયું. સપનું સંકલ્પ બનતું હોય અને તે સિદ્ધ થતું હોય તો આનંદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે.

Advertisement

પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશિર્વાદથી આ જ શક્તિનું પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનું આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.

તેમણે કહ્યું કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનું પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે તેનું પ્રતિક છે. અયોધ્યા, કાશી કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનું પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે.

તેમણે કહ્યું કે, આ અવસર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનું પ્રતિક છે. મને મહાકાળી મંદિરમાં ધજારોહણ અને પૂજાની તક મળી. માતા મને પણ આશિર્વાદ આપે કે હું વધુ ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું. મારું જે પણ સામ્યર્થ છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે, તે હું દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરું છું.

Advertisement

વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયું તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના પડકારરૂપ હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનું સપનું પૂરું થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રવાસન પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે. રાજ્ય સરકાર યાત્રિકોની પ્રાર્થના અને પર્યટન બંને સુગમ બને તે માટે પ્રયત્નશીલ છે, જેના પરિણામે ગુજરાતના યાત્રાધામો ભવ્ય બની રહ્યાં છે. ગુજરાતની પવિત્રભૂમિ પર અનેક પ્રતિષ્ઠિત દેવસ્થાનો છે જેના કારણે રાજ્યમાં પિલ્ગ્રિમેજ ટુરિઝમનો મોટા પાયે વિકાસ થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, પાવાગઢ ધામમાં આવતા શ્રધ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે ૧૨૧ કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા, આવનારા દિવસોમાં રૂપિયા ૩૭ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલા ચાંપાનેર ખાતે અનેક પ્રવાસીઓ આવે છે, ત્યારે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. ૨૦ કરોડની જોગવાઈ પણ કરી છે.

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના દિશા-નિર્દેશમાં રાજ્ય સરકારે યાત્રાધામોનો સુઆયોજિત વિકાસ કર્યો છે. ભારત સરકારની પ્રસાદ યોજનામાં ગુજરાતના દ્વારિકા, સોમનાથ અને અંબાજીનો સમાવેશ થતા યાત્રાધામોના વિકાસને વધુ વેગ મળ્યો છે.

તાજેતરમાં સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસ, અંબાજીમાં સુવર્ણ મંડિત મંદિર સાથે ૫૧ શક્તિપીઠ, પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરેનું વડાપ્રધાન દ્વારા ઉદ્દઘાટન તેમ જ માધવપુર ઘેડના પવિત્ર મેળાના આયોજનથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને થયેલા લાભની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. મુખ્યમંત્રીએ આસ્થાના પ્રતિક એવા યાત્રાધામોની સુવિધાઓનો વિવેકપૂર્વક ઉપયોગ થાય અને યાત્રાધામ સ્વચ્છ રહે તેવા હેતુથી નજીકના મંદિરો અને પવિત્ર સ્થળોની સાફ-સફાઈ કરવામાં યોગદાન આપવા જનતાને અપીલ કરી હતી.

અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ટ્રસ્ટી મંડળ દ્વારા ચાંદીનું શ્રી કાલી યંત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા પાવાગઢ ખાતેના વન પ્રોજેક્ટ માટે ૬૦ લાખ રૂપિયાનો ચેક રાજ્ય સરકારને અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, ટ્રસ્ટીઓ તેમજ સાંધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

 

Advertisement

Share0
પાછલી પોસ્ટ
કપડવંજ : તાલુકા સેવા સદનમાં વૃક્ષ ધરાશાયી, કાર અને બાઈકને નુકસાન
આગળની પોસ્ટ
યુપી બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, એકદમ સરળ રીતે કરો ચેક અને ડાઉનલોડ

Related posts

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા કૂતરાનો આતંક, સ્થાનિકો અને વેપારીઓમાં ફફડાટ

malay kotecha27/06/2022

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022

VIDEO: દિવ્યાંગ શિક્ષકે નવાગામ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જ કરી ઓર્ગેનિક શાકભાજીની ખેતી, ચારે બાજુ થઈ રહી છે વાહવાહી

malay kotecha27/06/202227/06/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220

‘હજી સુધી બાકી રહેલા રૂપિયા મળ્યાં નથી’, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ મેકર્સ પર લગાવ્યો આરોપ

malay kotecha24/06/202224/06/2022
24/06/202224/06/20220

The Kapil Sharma Show Season 3: 80 અપિસોડ માટે કપિલ શર્માએ લીધી આટલા કરોડ ફી, જાણીને દિવસમાં દેખાઈ જશે તારા

malay kotecha23/06/2022
23/06/20220

Shabaash Mithu Trailer: તાપસી પન્નુની ફિલ્મ ‘Shabaash Mithu’નું ટ્રેલર રિલીઝ, ભાવુક કરી દેશે મિતાલી રાજની કહાની

malay kotecha20/06/2022
20/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા કૂતરાનો આતંક, સ્થાનિકો અને વેપારીઓમાં ફફડાટ

malay kotecha27/06/2022
27/06/20220

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022
27/06/20220

VIDEO: દિવ્યાંગ શિક્ષકે નવાગામ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જ કરી ઓર્ગેનિક શાકભાજીની ખેતી, ચારે બાજુ થઈ રહી છે વાહવાહી

malay kotecha27/06/202227/06/2022
27/06/202227/06/20220

મેઘરાજાએ બોલાવી ધડબડાટીઃ 24 કલાકમાં 108 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, અમદાવાદમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી; હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

malay kotecha27/06/2022
27/06/20220

નેપાળ: કાઠમંડુમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha27/06/2022
27/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો