પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારે ભાવિકો ઉમટશે. છેલ્લા બે વર્ષથી કોરોનાના ભય ને કારણે લોકો સોમનાથ આવી શક્યા નથી. પરંતુ આ શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઊમટશે. જે વાતને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો ની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ ચુકયો છે .
સોમનાથ મંદિરમાં પ્રવેશની સાથે મંદિર બહાર નીકળવા સુધીની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં દરેક યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા કરાય છે. સાથે સોમનાથમાં 400 થી વધુ રૂમની વ્યવસ્થા છે એક ડોરમેટરી છે જેમાં ફક્ત ૯૦ રૂપિયામાં પર વ્યક્તિ 24 કલાક રહી શકે તેવી વ્યવસ્થા છે આવી બીજી ડોરમેટરી પણ શ્રાવણ માસમાં કાર્યરત કરાશે.
સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસ પૂર્વે સમગ્ર તીર્થનો માહોલ શિવમય બન્યો છે. સોમનાથમાં આવનાર બીમાર, અસક્ત કે વૃદ્ધ લોકો માટે વ્હિલચેર, ઈકાર અને મંદિર ખાતે લિફ્ટની પણ વ્યવસ્થા વિનામૂલ્યે કરાયેલ છે. જ્યારે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી પણ અશક્ત ભાવિકોને વિનામૂલ્ય પહોંચાડવા માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થા કરી છે. તીર્થને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત સફાઈ કર્મીઓની એક ટીમ સતત કામ કરશે. ત્યારે સોમનાથમાં આવનારા ભાવિકોએ કચરો જ્યાં ત્યાં ન નાખવા અને કચરા પેટીનો ખાસ ઉપયોગ કરવા વિનંતી કરાય છે. ભારે માત્રામાં ભાવિકો ઊમટવાના હોય ત્યારે પોલીસ સિક્યુરિટી વિભાગ સહિતનાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી અપાયો છે.
સોમનાથમાં લોકો આવતા પહેલા જ રહેવાની વ્યવસ્થા તેમજ કોઈપણ પ્રકારની પૂજા વિધિ ઓનલાઇન કરાવી શકે તેવી વ્યવસ્થા છે. જેથી કરીને લોકો પરિવાર સાથે સોમનાથ આવી અને કોઈ હેરાનગતિ ન ભોગવે શ્રાવણ માસમાં ખાસ ભાવિકોને વ્યાજબી ભાવે રહેવા સાથે વિનામૂલ્યે ભોજનાલય પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્યરત કરાયું છે. સાથે વિવિધ સેવાભાવી સંઘો દ્વારા પણ મહાપ્રસાદના ભંડારાઓ કાર્યરત થશે. ખાસ સોમનાથ મહાદેવને ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજારોહણ કરી સવા લક્ષ્ય બીલીપત્રની પૂજા થશે તેમ જ દૂર દૂરથી સુંદર પ્રકારના ફુલો અને શૃંગારોથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથને અલબ્ય શણગારથી સજા છે. સાથે સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પણ શિવવંદના અને ભક્તિ ગીતોની સુરાવલીઓ સાથે અરબી સમુદ્રનું સંગીત સોમનાથ તીર્થને શિવમય બનાવશે અને અહીં આવનારા ભાવિકો ધન્યતાની અનુભૂતિ કરશે.
રિપોર્ટ : મિતેશ પરમાર, ગીર સોમનાથ