દેશના નાના વેપારીઓ માટે એક સારી સમાચાર છે. હવે તેમને 50 લાખ સુધીની લોન ઝટપટ મળી જશે. ફેડરલ બેંકે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને ઓનલાઇન લોન સુવિધા પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે.
ફેડરલ બેંકે દાવો કર્યો છે કે, તેમના પ્લેટફોર્મ Federalinstaloans.com પર નાના વેપારીને 30 મિનિટમાં 50 લાખ રૂપિયાની લોન મળી જશે. બેંકનું કહેવું છે કે, તેમનું પ્લેટફોર્મ એલ્ગોરિધમનો પ્રયોગ કરી જલ્દીથી કોઈ વેપારી દ્વારા લોન લેવાના હેતુસર અપલોડ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સને કેપ્ચર કરે છે. તેનાથી સમયની બચત થાય છે અને ઋણ સેવા પ્રદાન કરવામાં સમય ઓછો લાગે છે.
ઓનલાઇન અરજીમાં ઓછી એન્ટ્રી
ફેડરલ બેંકનું કહેવું છે કે, ગ્રાહકને લોન અપ્લાય કરવાં માટે બેંક શાખામાં નહીં જવું પડે. તેઓ ઓનલાઇન લોન માટે એપ્લાય કરી શકે છે. અરજદારે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનલાઇન ઇનકમ ટેક્સ રિટર્ન, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ અને માલ અને સેવા ટેક્સ (GST) ડીટેલને અપલોડ કરવાની રહેશે. અરજદારે એપ્લિકેશનમાં પણ ખુબ ઓછી જાણકારી આપવાની રહેશે. એવું એટલા માટે કારણ કે, વધુ ડીટેલ અપલોડ કરવામાં આવેલ દસ્તાવેજો એટલે જીએસટી, આઈટીઆર અને બેંક ખાતાના સ્ટેટમેન્ટથી ઓટોમેટિક ભરાઈ જશે. ડોક્યુમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયા પછી લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોન લેનારને કાગળો પૂરા કરવા માટે બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે.
ફેડરલ બેંકની સબસિડિયરી આઇપીઓમાં લાવવાની તૈયારીમાં
ફેડરલ બેંકના બોર્ડે પોતાની સબસિડિયરી કંપની ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસેઝ (Fedbank Financial Services (FedFina)ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)ની પ્રક્રિયાને મંજૂરી આપી છે.