કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના ‘રાષ્ટ્રપત્ની’ વાળા નિવેદન પર ભાજપે કડક વલણ દાખવ્યું તો બીજી તરફ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘ભૂલથી મારા મોઢામાંથી નીકળી ગયું. ભૂલ થઈ ગઈ, હવે જો ફાંસી આપવી હોય તો ફાંસી આપી દો.’
અધીર રંજને કહ્યું કે, “મેં પહેલા પણ ઘણા નિવેદનો આપ્યા છે જેમાં હું રાષ્ટ્રપતિ બોલ્યો છું. અત્યારે એક પત્રકાર સાથે વાત કરતી વખતે, મારા મોઢામાંથી રાષ્ટ્રપત્ની નીકળી ગયું. મેં તેને પછી શોધવાની કોશિશ પણ કરી એ કહેવા માટે કે આને કશે મૂકશો નહીં, પરંતુ મને તે ક્યાંય મળ્યો નહીં અને આ ક્લિપ ચાલી ગઈ.” તેમણે કહ્યું, ‘ભારતના રાષ્ટ્રપતિ, ભલે તે બ્રાહ્મણ હોય, પછી ભલે તે મુસ્લિમ હોય કે આદિવાસી, તે આપણા માટે રાષ્ટ્રપતિ જ છે.’
ફાંસી આપવી હોય તો ફાંસી આપી દો: અધીર રંજન
અધીર રંજને કહ્યું, ‘મારા મોંમાંથી રાષ્ટ્રપત્ની શબ્દ નીકળી ગયો. હવે હું શું કરું? આ ભૂલ થઈ છે.’ તેમણે ભાજપ પર મામલો વધારી દેવાનો આરોપ લગાવતા કહ્યું કે જો તમારે આ ભૂલ માટે મને ફાંસી આપવી હોય તો ફાંસી આપી દો.’
રાષ્ટ્રપતિ અને દેશની માફી માંગે અધીર રંજન: સ્મૃતિ ઈરાની
આ પહેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અધીર રંજને દેશ અને રાષ્ટ્રપતિની માફી માંગવી જોઈએ. સ્મૃતિએ કહ્યું કે કોંગ્રેસે ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુને કઠપૂતળી ગણાવી હતી અને અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને પત્ની તરીકે સંબોધિત કર્યા. કોંગ્રેસના નેતાએ આ ઘૃણાસ્પદ કામ કર્યું છે.