શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. શિયાળો શરૂ થતા જ આપણને સુકી ત્વચા, સફેદી જેવી અનેક ત્વચા સંબધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળામાં ત્વચાની ખાસ સંભાળ લેવી પડે છે. શિયાળામાં સુકી ત્વચાના કારણે હાથ-પગમાં ખંજવાળ આવે છે. જેના કારણે ત્વચા ફાટી જવાની સમસ્યા થાય છે. ત્યારે તમે ઘરેલુ ઉપાય દ્વારા ત્વચાની સંભાળ રાખી શકો છો. જો તમે શિયાળાની ઋતુમાં બેડાઘ અને ગ્લોઈગ ત્વચા મેળવવા માંગો છો, તો દિવસની શરૂઆત આ સ્કિન કેર ટિપ્સથી કરો…
Skin care tips in winters: શિયાળામાં આવી રીતે કરો દિવસની શરૂઆત
1. સવારે ઉઠીને હુંફાળું પાણી પીવો
સવારે ઉઠીને ચા કે કોફી પીવાને બદલે હુંફાળા પાણીથી દિવસની શરૂઆત કરો. ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી મેટાબોલિઝ્મ ઝડપી બને છે અને શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે. ટોક્સિન્સ ખીલ અને ડાઘનું કારણ બને છે.
2. ચહેરાને પાણીથી સાફ કરો
સવારે ચહેરો ધોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ તમારે પહેલા સ્વચ્છ અને સામાન્ય પાણીથી ચહેરો ધોવો જોઈએ. જેના કારણે રાત્રે ચહેરા પર ઉગતા બેક્ટેરિયા સાફ થઈ જાય છે અને રોમછિદ્રો ખુલી જાય છે.
3. આ ટીપ પણ છે જરૂરી
માત્ર ચહેરો ધોવો પૂરતો નથી. તેના બદલે ચહેરાને અંદરથી સાફ કરવો પણ જરૂરી છે. કારણ કે છિદ્રોની અંદર જામેલી ગંદકી ત્વચાને ઓક્સિજન નથી મળવા દેતી અને ત્વચા ખીલતી નથી. તેથી ક્લીન્સરનો ઉપયોગ કર્યા પછી આલ્કોહોલ ફ્રી ટોનરનો ઉપયોગ કરો.
4. દરેક વ્યક્તિએ લગાવવું જોઈએ મોઈશ્ચરાઈઝર
શિયાળામાં ત્વચાને નિર્જીવ બનતી અટકાવવા દરેક વ્યક્તિએ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. તે ચહેરાને જરૂરી ભેજ અને પોષણ પ્રદાન કરે છે. સાથે જ પ્રદૂષણના નુકસાનથી બચાવવામાં પણ મદદ કરે છે. તમારે ડાયટમાં ટામેટાં, લીંબુ, લીલા શાકભાજી જેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.