એક્ટર સિદ્ધાર્થ નિગમ ટીવી સાથે સાથે મ્યુઝિક વીડિયોઝના માધ્યમથી પોતના ફેન્સના દિલ જીતી ચુક્યા છે. પરંતુ હવે તે ટીવીને ગુડબાય કહી હવે ફિલ્મોના રૂપેરી પડદા પર ચમકવા માંગે છે.
આ મામલે સિદ્ધાર્થ નિગમે જણાવ્યું કે, હાલ તો મારૂ સંપૂર્ણ ફોકસ ફિલ્મોમાં આવવાનું છે. મોટા પડદા સાથે વેબ સિરીઝ જો મળે તો તે પણ કરવા તૈયાર છું. અને રહી વાત ટીવી શોની તો હાલ હું ટીવી પર નથી આવવા માંગતો. હું લીડ રોલ એટલે કે હીરો બની ફિલ્મોમાં આવવા માંગુ છું.
તૈયારી તો અમારી હંમેશા ચાલતી જ રહેતી હોય છે. કારણ કે અમારે હંમેશા દરેક રોલ માટે તૈયાર રહેવાનું હોય છે, કારણ કે કોણ જાણે ક્યારે કયો રોલ મળી જાય. અને વધુમાં અમારૂ કોઈ બ્રેકગ્રાઉન્ડ પણ નથી.
બોલિવુડમાં કોઈ અમને લોન્ચ કરે એ માટે અમે મહેનત કરતા રહેતા હોઈએ છીએ. હું હાલ માર્શલ આર્ટ્સ શીખી રહ્યો છું. કારણ કે ક્યારે તેનો અવસર મળે એનો અંદાજો ન લગાવી શકાય. હું મારા વર્કઆઉટ અને એક્સરસાઈઝ પર પણ વધુ ધ્યાન આપું છું. સાથે જ મેચ્યોર લાગવા માટે લુકમાં પણ ફેરફાર કર્યા છે.
સિદ્ધાર્થ નિગમે જણાવ્યું કે, મે તો પુરી તૈયારી કરી લીધી છે. જેવું મારી પાસે કોઈ કામ આવશે કે હું તે કામ કરવા તૈયાર છું. પરંતુ કોરોનાના વધતા કેસના કારણે હું પરેશાન છું. મહામારીના કારણે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. હું ઈચ્છું કે જલ્દીથી આ બધું ઠીક થઈ જાય.