ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ભુલેશ્વર ધામ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ આશ્રમ ખાતે દર વર્ષે તુલસી વિવાહ અને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ ભુલેશ્વર ધામ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાવગત સપ્તાહનું આયોજન કરાયું હતું.
ભાગવત સપ્તાહનું ભુલેશ્વર ધામ આશ્રમના મહંત કમલા ચરણ બાપુ ફલાહારી તેમજ તેમના સેવકો દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ભીમદેવળ, અનિડા, આણંદપરા, રામપરા, ટોબરા તેમજ ટીબડી ગામના સેવકો સેવા આપી રહ્યા છે.
Advertisement
ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.
Advertisement