મોટાભાગના લોકોના ઘરોમાં પૂજા ઘર હોય છે, જ્યાં લોકો દેવી-દેવતાઓની પૂજા કરે છે. જેનાથી ઘરમાં એક નવી જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથે જ દરેક દેવી-દેવતાની પૂજા પાઠના અલગ-અલગ નિયમો હોય છે. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે, નહીં તો જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવી જતી હોય છે.
આજ રીતે ઘરમાં શિવલિંગ રાખવા અને તેની પૂજા કરવાના પણ નિયમ હોય છે. ભગવાન શિવને ભોલેબાબા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં શિવલિંગની પૂજાનું ખૂબ જ મહત્વ છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગની પૂજાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે તથા મનપસંદ ઈચ્છાઓ પૂરી કરે છે. મોટેભાગે મંદિર સિવાય લોકો ઘરમાં પણ શિવલિંગની સ્થાપના કરીની તેની પૂજા કરે છે. પરંતુ શિવલિંગ રાખવા માત અમુક ખાસ નિયમો બનાવાયા છે તથા તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીતર શુભ ફળના બદલે અશુભ ફળ મળી શકે છે.
શિવલિંગ સોના, ચાંદી, ક્રિસ્ટલ અથવા પિત્તળનું હોવું જોઈએ, ઘરમાં કાચ વગેરેનું શિવલિંગ ક્યારેય સ્થાપિત ન કરવું.
જે જગ્યાએ શિવલિંગ રાખવામાં આવે છે, તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જરૂરી છે, પૂજા સ્થળની આસપાસ ક્યારેય ગંદકી ન રહેવા દેવી.
ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની સાઈઝ ક્યારેય હાથના અંગૂઠાથી મોટી ન હોવી જોઈએ, અંગૂઠા જેટલું મોટું શિવલિંગ ઘર માટે પૂરતું છે.
ઘરમાં રાખેલા શિવલિંગ પર ક્યારેય હળદર કે સિંદૂર ન ચઢાવો, શિવજીને હંમેશા ચંદન અર્પણ કરવું જોઈએ.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.