તા.9-8-2022, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે થતા બીટી કપાસ બીજના વેપાર મુદ્દે જણાવ્યું કે, છેલ્લા ૧૭ વર્ષથી કરોડો રૂપિયાનો બીટી કપાસ બીજનો વેપાર અનેક ઇસમો કરી રહ્યા છે, પરંતુ તે પૈકીના અમુક ઇસમો સરકારની છાતી ઉપર રહીને કરે છે.
આવા ઇસમો કૃષિ જગતમાં પોતાની વૈજ્ઞાનિક અને કૃષિ નિષ્ણાંતની ઓળખ ઉભી કરીને નવા નવા ખેડૂત સમુહનો વિશ્વાસ હાંસલ કરીને છેલ્લા ૧૭ વર્ષથી ખેડૂતોને મોંઘા ભાવનું ગેરકાયદેસર રીતે બીટી કપાસ બીજ પધરાવે છે અને લાખો ખેડૂતોને આથિઁક બરબાદ કર્યા છે, આ બીટી કપાસ બીજ વેચાણ સંપૂર્ણ ગેરકાયદેસર અને વગર બિલનું હોય પાક નિષ્ફળ જાય તેની પોલીસ ફરીયાદ કે સરકારી રાહે કાયેદેસર કાર્યવાહી ખેડૂતો કરી શક્તા નથી, અને કયારેક સંજોગો એવા પણ બને છે.
ખેડૂત આથિઁક સંકડામણના કારણે આત્મહત્યા કરવા સુધીના પગલા ભરે છે, નબળા બિયારણને કારણે લાખો ખેડૂતો આથિઁક પાયમાલ થયા છે, માટે રાજ્યમાં ખેડૂતોને છેતરતા આવા ઇસમોને દબોચવા અને તેમના ગેરકાયદેસર બીટી કપાસનો જથ્થા પકડવા ખાસ ટુકડીઓ બનાવી તેને દબોચવાની કાર્યવાહી કરવી જોઇએ.
કોંગ્રેસ પક્ષે એક મુહીમ ઉપાડી છે કે રાજયના કોઇપણ ખેડૂતના ખેતર સુધી નકલી / માન્યતા વગરનું બીટી કપાસ બીજ ન પહોચે. અમે આ દિશામા રાજય સરકાર અને તેના ખેતીવાડી ખાતાને સતત જાગૃત કરીને પક્ષ પાસે આવેલ માહીતી પહોંચાડી રહ્યા છીએ,
આવી રીતે મળતી માહિતીના આધારે તા.૦૪.૦૬.૨૦૨૨ના રોજ રાજય સરકારે મોરૈયા વિસ્તારના છાપા માર્યા અને આશરે ૨૦ હજાર કિલો ગેરકાયદેસર બીટી કપાસ બીજનો જથ્થો જપ્ત કયોઁ, તેમા “વન મેન સો” અને પીંકગાર્ડ નામના પેકેટમાં જથ્થો પેક થતો હતો, આ ઇસમ દેશનો સૌથી મોટો “બીજ બુટલેગર” છે. એ પકડાયેલ જથ્થા ઉપરથી ફલિત થાય છે.
ખેડુત ભાઇને નમ્ર નિવેદન કે આ બીજ બુટલેગર છેલ્લા ૧૭ વર્ષથી બીટી કપાસનું ગેરકાયદેસર વેપાર અલગ – અલગ તેને બનાવેલ બ્રાન્ડમા પેક કરે છે, જેવી કે પીંકગાર્ડ-4G/5G, વીડગાર્ડ, બેગમ, ઓલરાઉન્ડર, લીડર અને આ બ્રાન્ડ વાળા પેકેટ સરકારમાં પકડાય તો તે બીજી વખત એ નામથી પડીકા પેક કરતા નથી, ટુંકમા બુટલેગર તેના ધંધાની વેચાણ પધ્ધતિ બદલે તેમ આ બીજ બુટલેગર બદલીને ખેડુતોને છેતરે છે.આવી બાબતોથી ખેડુતો સાવધ રહે.
ઉપરાતં આવા બીજ બુટલેગરો પોતાના ગેરકાયેદસર વેપારને સુરક્ષિત કરવા આવા ઇસમો પોતાનો રાજકીય વગ પહેલી ઉભી કરે છે, અને તેના વિષય સાથે જોડાયેલ સંસ્થાઓ મહત્વના પદો પર રહીને સરકારની કદમબોચી કરતા હોય છે, માટે રાજય સરકાર પાસે અમારી માંગ છે કે ગેરકાયદેસર રીતે બીટી કપાસ બીજનો જે જથ્થો જપ્ત કયોઁ તેના સંચાલકો જો ગુજરાત સ્ટેટ સીડ એસોશીએશન અને નેશનલ સીડ એસોશીએશનના સભ્ય / કોઇ પદ પર હોય તો તેમની પુરી વિગત રાજયના ખેડુતોના વિશાળ હીતમાં જાહેર કરે જેથી નિર્દોષ ખેડૂતો આવા ” બીજ બુટલેગરો” થી જાગૃત રહે.