નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. રમતની સાથે આ ખેલાડીઓને અઢળક સંપત્તિ અને ફેમ પણ મળે છે. જેના કારણે આ ખેલાડીઓના ઘર પણ ખૂબ જ આલીશાન હોય છે. સામાન્ય માણસો તો આ ઘરો વિશે સ્વપ્ન પણ જોઈ શકતા નથી.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ તેમની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે મુંબઈના વર્લી સ્થિત ‘ઓમકાર 1973’ ટાવર્સમાં રહે છે. યુવરાજ સિંહે વર્ષ 2013માં 64 કરોડ રૂપિયામાં આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. યુવરાજ સિંહના ઘરમાં લક્ઝુરિયસ લિવિંગ રૂમ, વર્લ્ડ ક્લાસ મોનોક્રોમ કિચન અને સુંદર લિવિંગ રૂમ છે.
સચિન તેંડુલકરનું ઘર બાંદ્રા વેસ્ટમાં પેરી ક્રોસ રોડ પર આવેલું છે. આ બંગલામાં સચિન તેમના આખા પરિવાર સાથે રહે છે. આ ઘર માસ્ટર બ્લાસ્ટરે વર્ષ 2007માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. સચિન તેંડુલકરનું આ ઘર 6000 સ્ક્વેર ફૂટમાં બનેલું છે. હવે આ આખા ઘરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ‘કિંગ કોહલી’ કહેવામાં આવે છે અને ‘કિંગ સાઈઝ’ તેમના ઘરની પણ છે. જેમાં 4 બેડ રૂમ સિવાય એક મોટો હોલ છે. વિરાટ-અનુષ્કાના આ ઘરની કુલ કિંમત 34 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વિરુષ્કાનું આલીશાન ઘર મુંબઈના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનું નામ ‘Omkar 1973’ છે. લગ્ન બાદ આ બંને સ્ટાર્સ 2017માં આ ઘરમાં શિફ્ટ થયા હતા.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર રમતથી ઘણું નામ કમાયું છે. આ સાથે તેમની સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો થયો છે. આ જ કારણ છે કે તેમણે વડોદરામાં 6,000 સ્ક્વેયર ફૂટનું પેન્ટહાઉસ ખરીદ્યું હતું. તેમના આ ઘરની કિંમત લગભગ 3.6 કરોડ છે.
રવિન્દ્ર જાડેજા માત્ર ક્રિકેટના મેદાનમાં પોતાના કારનામા માટે જ નહીં પરંતુ જામનગરમાં તેમના 4 માળના બંગલાને કારણે પણ ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજાનો બંગલો શાહી મહેલ જેવો દેખાય છે, જેમાં વિશાળ દરવાજા અને વિન્ટેજ ફર્નિચર અને ઝુમ્મર છે. તેમના આ ઘરની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.
રૈનાનો આ આલીશાન બંગલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજ નગરમાં આવેલો છે. ગાઝિયાબાદ સિવાય રૈનાના દિલ્હી અને લખનઉમાં પણ ઘર છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત લગભગ 18 કરોડ છે, જે દેખાવમાં ઘણું લક્ઝરીયસ છે.