કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ સુધીમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આઈબીએ આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.
આઈબીએ તેના 10 પાનાના રિપોર્ટમાં લશ્કર, જૈશ સિવાય કટ્ટરપંથી સંગઠનો તરફથી પણ ખતરાનું વર્ણન કર્યું છે. રિપોર્ટમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી પોલીસને આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે.
ઉદયપુર અને અમરાવતીમાં બનેલી તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરીને IBએ નિર્દેશ આપ્યો છે કે ભીડવાળા સ્થળોએ કટ્ટરપંથી જૂથો અને તેમની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવે.